કોર્ટને જાણ કરી:કોન્સ્ટેબલ સામેના દુષ્કર્મ કેસમાં ફરિયાદીના વકીલ છુટા થઇ ગયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહાર સમાધાન થયું હોવાનું જણાતાં કોર્ટને જાણ કરી
  • ફરિયાદી સંપર્કમાં ન હોવાથી પુરસીસ રજૂ કરી

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સેટેબલ સામે નોંધાયેલા દુષ્કર્મ કેસમાં ફરિયાદીએ સમાધાન કરી લીધું હોવાનું જણાતાં ફરિયાદી તરફે હાજર રહેતા એડવોકેટ કેસમાંથી છુટા થઇ ગયા હતા અને તેમણે આ અંગે કોર્ટમાં લેખિતમાં જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુરજસિંહ તેમજ અન્ય એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તે તેના મિત્ર સાથે કેનાલ રોડ પર બેઠી હતી ત્યારે આરોપી પીસીઆર વાનમાં આવ્યાં હતા. કોન્સ્ટેબલે કેસ કરવાની ધમકી આપી 5 હજારની માંગણી કરી હતી. આરોપીએ ત્યાર બાદ યુવતી સાથે બિભત્સ કૃત્ય કરી ધાકધમકી આપી હતી.

આ કેસમાં મુળ ફરિયાદી તરફે એડવોકેટ બી.એચ.શાહ હાજર રહેતા હતા. દરમિયાનમાં કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે આ કેસમાં ફરિયાદીએ કોર્ટ બહાર સમાધાન કરી લીધું હોવાનું જણાતા તેમજ ફરિયાદી એડવોકેટના સંપર્કમાં ન હોય એડવોકેટે કોર્ટમાં પુરસીસ રજૂ કરી તેઓ મુળ ફરિયાદી તરફે કેસમાંથી એડવોકેટ તરીકે છુટા થયા હોવાની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...