વડોદરા શહેરની વચ્ચે આવેલા જ્યુબિલી બાગમાં અંડરગ્રાઉન્ડ દબાણ કરવાનો એક દુકાનદારનો કારસો સામે આવ્યા બાદ કોર્પોરેશને લાલ આંખ કરી હતી અને આ ખાડો હવે પુરવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીએ કાર્યવાહીની માંગ કરી
વડોદરામાં સુરસાગર તળાવ પાસે આવેલા જ્યુબિલી બાગના રોડના આગળના ભાગે એક દુકાન આવેલી છે. આ દુકાનના માલિકે જ્યુબિલી બાગની જમીનમાં અંડર ગ્રાઉન્ડ દુકાન બનાવી દબાણ કરવા માટે મોટો ખાડો ખોદ્યો હતો. જેની જાણ સ્થાનિક કોર્પોરેટરને થતાં તેમણે આ અંગે મેયર કેયુર રોકડિયાને જાણ કરી હતી. જેથી મેયરે આ કામ અટકાવી તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ આ ખાડો પુરવામાં આવી રહ્યો છે. જેથી આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ વિરેન રામી કાર્યકરો સાથે જ્યુબિલીબાગ પહોંચ્યા હતા અને માંગણી કરી હતી કે આ દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
શું હતો દુકાનદારનો પ્લાન
જ્યુબિલી બાગની બીજી તરફ રોડ પર ચોઇસ નામની દુકાન આવેલી છે અને તેની પાછળના ભાગે જ આ ગાર્ડન આવેલો છે. તેથી આ દુકાનદારે જ્યુબિલી બાગમાં અંદાજે 15 ફૂટનો ખાડો ખોદ્યો હતો. જેથી દુકાનને પાછળના ભાગથી ગાર્ડનના અંડરગ્રાઉન્ડમાં દુકાનને વધુ પહોંળી કરી શકાય. અંડરગ્રાઉન્ડમાં દુકાન બની ગયા બાદ તેના પર માટી નાખી દેવામાં આવતી જેથી બગીચામાં રહેલા કોઇ વ્યક્તિને ખબર પણ પડતી કે તેઓ જ્યાં ઉભા કે બેઠા છે તેની નીચે તો જમીન નહીં પણ દુકાન છે. સાથે જ દુકાની અંદર રોડ તરફથી પ્રવેશનારને પણ ખબર ન પડે કે તેઓની ઉપર ગાર્ડન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.