તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરોડા ડેરીની ચૂંટણી:બરોડા ડેરીની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 48 ઉમેદવારીપત્રોની આજે ચકાસણી
 • 13 માંથી 2 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી

જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીના વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના ઉમેદવારી પત્રોની ચકાસણી સોમવારે કરવામાં આવનાર છે અને તેની સાથે જ ચૂંટણીનું પ્રાથમિક ચિત્ર સ્પષ્ટથઇ જશે.કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે બરોડા ડેરીની ચૂંટણી જાહેર થઇ હતી પરંતુ આ ચૂંટણીના કારણે બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા પર બ્રેક મારવામાં આવી હતી.બરોડા ડેરી પર પકડ જમાવવા માટે ભાજપ કોંગ્રેસ એમ બંને તરફથી એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે અને તેમાં પણ કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ બાદ ભાજપમાં પણ ગજગ્રાહ થયો છે.

બરોડા ડેરીના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી 13 ઝોનમાં થાય છે અને તેમાંથી બે બેઠક બિનહરિફ થઈ છે. જેથી બાકી 11 બેઠક માટે નોંધાવેલી 48 ઉમેદવારોના ઉમેદવારી પત્રોની ચકાસણી સોમવારે કરવામાં આવશે અને તેની ચકાસણી પૂરી થયા બાદ માન્ય ઉમેદવારોને પ્રસિદ્ધિ તા.9ના રોજ કરવામાં આવશે.

જોકે ઉમેદવારો તા.10 થી 17 સુધી ઉમેદવારી પાછી ખેંચી શકે તેમ હોવાથી આખરી હરીફ યાદી તા.18 ના રોજ જારી કરવામાં આવશે અને તા.28મીએ 1095 મતદારો ડેરીના નવા બોર્ડનું ભવિષ્ય નક્કી કરશે. જો કે ચૂંટણીના ફોર્મ ભરાય તે પહેલા જ ઉમેદવારો પોતાના પ્રચારમાં સક્રિય થઈ ગયા છે. કેટલાક આગેવાનો વચ્ચે તો જૂથબંધી પણ છતી થઈ હતી એમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો