તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:PhD એક્ઝિક્યુટિવની પરીક્ષા ડિસેમ્બરમાં ઓનલાઇન લેવાશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પીએચડી કરવા અન્ય ફેકલ્ટીના ગાઇડ પણ મળશે

પીએચડી એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની ડિસેમ્બરમાં ઓનલાઇન માધ્યમથી પરીક્ષા લેવાશે. પીએચડી કરવા અન્ય ફેકલ્ટીના ગાઇડ અપાશે.

મ.સ. યુનિ. દ્વારા કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા ઉચ્ચ અધિકારીઓ માટે પીએચડી એક્ઝિક્યુટિવનો અભ્યાસક્રમ શરૂ કરાનાર છે, જેના માટે ડિસેમ્બર મહિનામાં ઓનલાઇન પરીક્ષા લેવાશે. આ પ્રોગામની ફી 60 હજાર લેવાશે. એક્ઝિક્યુટિવ પીએચડી પ્રોગ્રામનો કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા અધિકારીઓ, બ્યુરોક્રેટ્સ લાભ લઇ શકશે. આ ઉપરાંત રેગ્યુલર ધોરણ પર થતાં પીએચડી પ્રોગ્રામ માટે 31 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાશે. રેગ્યુલર પીએચડી માટે 800 રજિસ્ટ્રેશન થયાં છે, જેમાંથી 250 જેટલા ઇન્ટેક થાય તેવી શક્યતા છે. ઉપરાંત હવે એક ફેકલ્ટીમાં પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થી તેમની ફેકલ્ટીમાં ગાઇડ ઉપલબ્ધ ન હોય તો અન્ય ફેકલ્ટીના અધ્યાપકને ગાઇડ તરીકે રાખી શકશે. જોકે તેમાં જે તે ફેકલ્ટીના વિષયોમાં સામ્યતા હશે તેમાં જ પસંદગીનો અવકાશ રહશે. જેમ કે મેનજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થી કોમર્સના અધ્યાપકને ગાઇડ તરીકે રાખી શકશે. ઇન્ટર-ડિસિપ્લિનરી વિષય માટે પણ કો-ગાઇડ અપાશે. જેના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટર ડિસિપ્લિનરીમાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પીએચડીમાં વિદ્યાર્થીઓ ઇન્ટર ડિસિપ્લિનરી વિષય પણ ભણી શકશે. પીજી કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય પણ લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો