ધરપકડ:ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો શેર-અપલોડ કરનારો શખ્સ ઝડપાયો

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મિતેશ પરમાર - Divya Bhaskar
મિતેશ પરમાર
  • મદનઝાંપા રોડના આરોપી મિતેશ પરમારનો મોબાઇલ ફોન જપ્ત કરી ડેટા બેકઅપની તપાસ કરાતાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ફોટા મળ્યા
  • અગાઉ સદામ શેખ નામનો યુવક ચાઇલ્ડ પોનોગ્રાફી કેસમાં ઝડપાયો હતો

ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા વીડિયો અપલોડ, ડાઉનલોડ, શેર કરનારા મદનઝાંપા વિસ્તારના મીતેશ પરમારન સાઇબર ક્રાઇમ ે ઝડપી પાડ્યો હતો. સીઆઇડી ક્રાઇમની ટીમે ટીપલાઇનની મોકલાવેલી સીડીમાં ફતેપુરાના શખ્સની સીધી સંડોવણી જણાતાં પોલીસે આઇટી એક્ટ 67(બી) હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વડોદરાનો આ બીજો કેસ હોવાનું બહાર આવ્યું હતું. શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એકસ્પોલઇટેડ ચિલ્ડ્રન નામની સંસ્થા દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી માહિતીની ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા દ્વારા આપ લે કરતાં લોકોની માહિતીને એકત્ર કરીને ટીપલાઇન તરીકે અલગ-અલગ દેશમાં મોકલે છે.

એનસીઆરબીને મળેલી ટીપલાઇનને રાજ્યમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનોની તપાસ માટે રાજ્યની સીઆઇડી ક્રાઇમની કચેરીએ મોકલાય છે. સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા જે તે શહેરને લગતી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનો તે શહેરમાં મોકલાય છે, જેમાં વડોદરાને લગતી ટીપલાઇનની સીડી તપાસ માટે મોકલાઇ હતી.

સીડીની શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં કુલ 13 ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી ટીપલાઇનો હતી, જેમાં એક ટીપલાઇનની તપાસ કરતાં આ સીમ કાર્ડ બાબુ રેવાભાઇ પરમારના નામનું હતું પણ તેનો પુત્ર મિતેશ બાબુ પરમાર (રહે, બકરાવાડી મદનઝાંપા રોડ) સીમ કાર્ડનો ઉપયોગ કરતો હતો અને આ ફોન પરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર કરાયો હોવાનું જણાઇ આવ્યું હતું.

પોલીસે શકમંદ મિતેશને પોલીસ સ્ટેશનમાં બોલાવી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર કરે છે, તેવો સવાલ કરતાં તેણે ઇન્કાર કરી દીધો હતો. જેથી પોલીસે તેનો મોબાઇલ ફોન જપ્ત કરી ડેટા બેકઅપની તપાસ કરી રીટ્રાઇવ કરતાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતાં ફોટા મળી આવ્યા હતા. પોલીસે મિતેશ બાબુ ભાઇ પરમારનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી વધુ તપાસ આદરી હતી. નોંધનીય છે કે આ અગાઉ સદામ શેખ નામનો યુવક ચાઇલ્ડ પોનોગ્રાફી કેસમાં ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...