તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિદેશમાં નોકરીના બહાને નકલી માર્કશીટ બનાવનાર શખ્સ ઝબ્બે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 11 વર્ષ પૂર્વે ગુનો નોંધાતાં અમદાવાદનો ગઠિયો સિંગાપોર જતો રહ્યો હતો
  • પરત આવ્યા બાદ ફરી ઓફિસ ખોલવાની પેરવીમાં હતો

વિદેશમાં નોકરી અપાવવાના બહાને ડુપ્લિકેટ માર્કશીટ બનાવી છેલ્લાં 11 વર્ષથી ફરાર રહેલા ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. 2010માં સયાજીગંજ પોલીસમાં ગુનો નોંધાયા બાદ તે સિંગાપોર ફરાર થયા બાદ કેટલાક દિવસોથી ફરીથી તે અમદાવાદ આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, 2010માં વિદેશમાં નોકરી અપાવવાના બહાને લોકોને ડુપ્લિકેટ માર્કશીટ બનાવીને અમદાવાદના અમિતપુરી દિનેશપુરી ગોસ્વામીએ મોટું કૌભાંડ આચરી લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં 2010માં અમિતપુરી ગોસ્વામી સામે છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો.

ગુનો નોંધાયા બાદ અમિતપુરી સિંગાપોર ફરાર થઇ ગયો હતો. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી તે અમદાવાદ પરત ફર્યો હતો અને તે 11 વર્ષ બાદ ફરીથી અમદાવાદમાં ઓફિસ ખોલવાની ફિરાકમાં હતો. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અમદાવાદમાં છાપો મારી અમિતપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો અને તેને જેપી રોડ પોલીસને સોંપ્યો હતો. જેપી પોલીસે તેની અટકાયત કરી તેણે કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા અને કેવી રીતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવી કોને કોને વેચી હતી તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...