વિવાદ:સિનિયરોના દેખાવથી એપેક્ષ ખફા કોચ-સિલેક્ટરોના જવાબ લેવાશે

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપેક્ષ કમિટીની બેઠકમાં વિવિધ કામોને મંજૂર કરવામાં આવ્યાં
  • BCCIની સુચના​​​​​​​ મળ્યા બાદ BCAની ચૂંટણીનો નિર્ણય થશે

બરોડા ક્રિકેટ એસોસીયેશનની મળેલી એપેક્ષ કમિટની બેઠકમાં એજન્ડા મુજબના કામાે મંજૂર થયા હતા પણ બીસીસીઆઈની સૂચના બાદ ચૂંટણી કરવા નિર્ણય લેવાયો હતો, સીનીયર ટીમના દેખાવથી એપેક્ષ કમિટિ નારાજ થઇ હતી અને આ અંગે રિપોર્ટ તૈયાર કરવા સુચના આપી હતી.બીસીએના ઉપપ્રમુખ શીતલ મહેતાએ જણાવ્યું હતું કે ‘ બીસીએના લોકપાલને વધુ છ માસ માટે એકસટેન્સન આપવાનો નિર્ણય લેવાયો હતો અને કોટંબીમાં બની રહેલા બીસીએ સ્ટેડિયમના બિલ્ડીંગ મેેનેજમેન્ટ કંટ્રોલ માટેના સંકુલ માટેના કામને મંજૂરી અપાઈ હતી.

સ્વીમીંગ ફીલ્ડ પ્લાંટને પણ મંજૂરી અપાઇ હતી. બીસીએ ટીમ સાથે બહાર ગામ જતાં મેનેજર અને સીલેકટરોના ભથ્થાની રકમ બે હજાર કરાઇ છે,વડોદરા બહાર જતી બીસીએની ટીમને ડીનર અને બ્રેકફાસ્ટ હોટલમાં જ મળે તે અંગેનું કામ પણ મંજૂર કરાયું છે. બીસીએની ચૂંટણી અંગે તેમણે જણાવ્યું હતું કે ‘ બીસીસીઆઈ સુપ્રીપ કોર્ટના ચુકાદા અંગે ઇનકોર્પોરેટ કરવાનું છે તે અંગેની સુચના હજુ આવી નથી અને જો તે સુચના એક દિવસમાં આવી જાય તો એક માસમાં ચૂંટણી થઇ જાય.

આઈસીએના નવા સભ્યોનું સ્વાગત
ઇન્ડિય ક્રિકેટ એસોસીયેશનના વડોદરાના નવનિયુકત સભ્ય ખગેશ અમીન અને અર્પીતા પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું,જયારે પૂર્વ સભ્યો અમર પેટીવાલે અને જયશ્રી કુલકર્ણીનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...