સિંહે શિકાર કર્યો:વડોદરાના કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં આવેલા રાષ્ટ્રીય પક્ષી મોરને સિંહે ફાડી ખાધો, સહેલાણીઓ બૂમો પાડતા રહ્યા

વડોદરા6 મહિનો પહેલા
મોરને ખાઈ રહેલો સિંહ
  • સહેલાણીઓ બૂમો પાડતા રહ્યા ને સિંહે શિકાર કર્યો

કમાટીબાગમાં ગુરુવારે જંગલના રાજા ગણાતા સિંહે રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર મુલાકાતીઓની હાજરીમાં કરતાં દોડધામ મચી ગઇ હતી. એટલું જ નહીં લાઈવ દૃશ્યો જોઇને ઝૂના અન્ય મુલાકાતીઓએ પણ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતાં ઝૂના ક્યૂરેટર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા, પણ જંગલના રાજા સામે મજબૂર થઈને ઊભા જ રહેવું પડ્યું હતું.

શુક્રવારે સાંજે 4-30 વાગ્યાના સુમારે કમાટીબાગમાં જ્યારે સહેલાણીઓ ઊમટી પડ્યા હતા એ દરમિયાન સિંહના પાંજરામાં મોર ઝાડ પરથી સીધી નીચે ઉતર્યો હતો. મોરએ વાતથી બિલકુલ બેખબર હતી કે, તેની પાછળ જંગલનો રાજા સિંહ ઊભો છે. પળવારમાં જ સિંહે તેને પકડીને ફાડી ખાધો હતો. આ દૃશ્ય જોતાં જ મુલાકાતીઓમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. શોરબકોર વધતાં આજુબાજુના મુલાકાતીઓ પણ સિંહના પાંજરા પાસે આ દૃશ્ય જોવા દોડી આવ્યા હતા.