સાર પત્રિકા વાંચવાનો રિવાજ:પાદરાના ઉમરાયા ગામે 127 વર્ષથી સાર પત્રિકા વંચાય છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેસતા વર્ષે ગામના ગોર દ્વારા સાર પત્રિકા વાંચવાનો રિવાજ હજુ પણ અકબંધ

દિવાળી બાદ બેસતા વર્ષના દિવસે ગામના ગોર દ્વારા સાર પત્રિકા વાંચવામાં આવતું હોય છે. આ સાર પત્રિકામાં નવા વર્ષમાં હવામાન,ખેતી,ગ્રહણ,દરિયા-નદીમાં ભરતી-પુર કેવા રહેશે તેવી માહિતી આપવામાં આવતી હોય છે.ત્યારે પાદરાના ઉમરાયા ગામે ગામના ગોર દ્વારા 127 વર્ષથી સાર પત્રિકા વાંચવાનો રિવાજ હજુ પણ અકબંધ રહેલો છે.

ઉમરાયા ગામના ગોર હસમુખ પાઠકે જણાવ્યું હતું કે, નવુ વિક્રમ સંવત 2078 ના વર્ષનો રાજા શનિ છે.પ્રધાનમંત્રી ગુરૂ છે.ચંદ્રતિથી અને નક્ષત્ર પ્રમાણે જળનો જળ,ઘાસ,વાયુ અને અન્નનો સ્થંભ મળે છે. સાર પત્રિકામાં કૃષિ વિજ્ઞાન,હવામાન,ચંદ્ર-સુર્ય ગ્રહણ,દરિયા-નદીમાં ભરતી-ઓટની વિશેષ માહિતી આપવામાં આવતી હોય છે.

છેલ્લા 127 વર્ષથી પાદરા તાલુકાના ઉમરાયા ગામમાં નૂતન વર્ષના મંગલ પ્રભાતે શ્રી નિલકંઠેશ્વર મહાદેવ તેમજ શ્રી ભાથીજી મહારાજના મંદિર પરિસરમાં સાર પત્રિકાનું વાંચન થાય છે. ઉમરાયા ગામના નાના-મોટા સૌ સાર પત્રિકા સાંભળવા માટે ઉત્સાહ ભેર હાજર રહે છે. 5 નવેમ્બરના રોજ સવારે 10 વાગે ગ્રામજનો સમક્ષ સાર પત્રિકાનું વાંચન થશે.

પત્રિકામાં ખાસ કરીને ખેડુત મિત્રો દ્વારા ખેતી કરવામાં માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. સાર પત્રિકામાં બાર રાશિઓની આવક-જાવક ઋતુંઓના સંકેત,ફળ-કથન,ગ્રહોની વક્રી અને માર્ગી ચાલ, ગ્રહોનો ઉદય-અસ્ત,ક્ષય તિથી,વૃધ્ધી તિથી વિગેરે માહિતી આપવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...