• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Padmavati Shopping Center In Vadodara Will Be Removed And A Multi level Parking Lot With A Capacity Of 1000 Vehicles Will Be Constructed, A Decision Will Be Taken In The Coordination Meeting To Be Held On Monday.

પાર્કિંગની સુવિધા:વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરી 1 હજાર વાહનોની ક્ષમતાવાળુ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવાશે, સોમવારે સંકલન બેઠકમાં નિર્ણય લેવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પદ્માવતી શોપિંગ સેન્ટર - Divya Bhaskar
પદ્માવતી શોપિંગ સેન્ટર
  • મલ્ટી લેવલ પાર્કિંગ પીપીપી ધોરણે બનાવવાની વિચારણા છે

વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરીને 6 માળનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવનાર છે. જેમાં 1000 જેટલા વાહનોની પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેને લઇને સોમવારે મળનારી સંકલનમાં નિર્ણય લેવામાં આવશે. મલ્ટી લેવલ પાર્કિંગ પીપીપી ધોરણે બનાવવાની વિચારણા છે. શોપિંગ સેન્ટર સ્થિત દુકાનદારોને નિર્ભયતાની વધુ એક વાર નોટિસ આપવામાં આવી છે.

અલકાપુરીમાં 180 વ્હીલર્સનું મલ્ટીલેવલ પાર્કિંગ બનશે
વડોદરા શહેરમાં ઠેર ઠેર નાના-મોટા કચરાના ઢગલા અને રસ્તા પર કચરાપેટીઓ જોવા મળતી હતી, જે આગામી સમયમાં ધીમે ધીમે ભૂતકાળ બની જાય તે દિશામાં વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા અંડરગ્રાઉન્ડ સ્માર્ટ ડસ્ટબિન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અલકાપુરીમાં 180 વ્હીલર્સનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનું અને શહેરના ત્રણ વિસ્તારની પાણીની ટાંકીઓને હાલની ક્ષમતા કરતા 7થી 10 ગણી મોટી ક્ષમતાની કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્કાડા ફેઝ-2નો વ્યાપ પણ વધારવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની બોર્ડ મીટિંગમાં આ કામગીરીઓને બહાલી આપવામાં આવી હતી.

વડોદરાવાસીઓને નવી સુવિધાઓ મળશે
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના વડોદરાના સીઇઓ સુધીર પટેલે જણાવ્યું હતું કે, ‘ આ પ્રોજેક્ટસને લીધે વડોદરાવાસીઓને નવી સુવિધાઓ પણ આગામી સમયમાં મળશે.’ આ બોર્ડ મીટિંગમાં, સ્માર્ટ સિટીને લગતા વિવિધ 14 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પંપિગ સ્ટેશનના અપગ્રેડેશન, યુએસપી બેટરીના સપ્લાય, એસએપી લાયસન્સની ફી ભરવી, 150 એમબીપીએસની બેન્ડવિથ કરવી, વિવિધ પ્રોજેક્ટમાં કર્મચારીઓની ભરતી જેવા મુદ્દાઓનો સમાવેશ થયો હતો.

અંડરગ્રાઉન્ડ કોંક્રિટ બંકર બીન : પ્રોજેક્ટની કિંમત :5 કરોડ
સ્માર્ટ સિટીના એરિયાબેઝ ડેવલપમેન્ટના વોર્ડ નં.6, વોર્ડ નં.8 અને વોર્ડ નં.10માં સંભવત: અંડર ગ્રાઉન્ડ કોંક્રિટ બંકરમાં કચરાપેટીઓ તેમાં ઉતારાશે. જેથી રોડ પર ખુલ્લી કચરાપેટી જોવા નહીં મળે.

કેવી રીતે કામ કરશે ?
આ પેટીઓમાં ખાસ અલ્ટ્રાસેન્સર મૂકાશે જે કચરો 70 ટકા ભરાશે ત્યારે સેન્સર સાથેનાસીમકાર્ડની સિસ્ટમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એસએમએસ મોકલશે. જેથી પાલિકાનું વ્હીકલ પહોંચી જશે અને કચરો લઇ લેશે.

180 વાહનોનું મલ્ટિલેવલ પાર્કિંગ : પ્રોજેક્ટની કિંમત : 10 કરોડ
અલકાપુરી આર.સી.દત્ત રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં પાલિકાનો એક ખુલ્લો પ્લોટ છે. તેમાં આ મલ્ટીલેવલ રોટરી પાર્કિંગ બનશે. અલકાપુરી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા હળવી બનશે.

કેવી રીતે કામ કરશે ?
ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડશે. જગ્યા પ્રમાણમાં નાની હોવાથી યાંત્રિક રોબોટ કારને ઉપર લઇ જશે. વાહન માલિકે વાહનને નીચે મૂકીને જ જતા રહેવું પડશે. નિયત પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ તેને એક ટોકન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...