તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ તો ઠીક હજુ મતદાન થાય તે પહેલા જ ભાજપ સંગઠને નવા બોર્ડમાં દર અઠવાડિયે પાલિકા કચેરીમાં બેસવાનો નિર્ણય કરી કોર્પોરેશનમાં સત્તાનો પાવર હસ્તગત કરવા પ્રયાસો શરૂ કર્યાં છે. 25 વર્ષના શાસનમાં પહેલીવાર આ પ્રકારનો નિર્ણય લેવાની કવાયત ભાજપમાં જ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
પાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે અને ચાલુ મહિનાના અંતિમ સપ્તાહ પૂર્વે જ સત્તા કોના હાથમાં આવશે તે નક્કી થઈ જશે પરંતુ તે પહેલા જ ભાજપ સંગઠને નવા બોર્ડમાં સત્તા પોતાની પાસે રહે તેવા પ્રયાસો શરૂ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વડોદરામાં 1995થી ભાજપ કોર્પોરેશનમાં સત્તા સંભાળે છે પરંતુ અત્યાર સુધીમાં કદી પણ સંગઠનના હોદ્દેદારો કોર્પોરેશનની કચેરીમાં અઠવાડીયામાં એક વાર બેસીને નિર્ણય લેશે તેવું જોવા મળ્યું નથી ત્યારે આ નવો નર્ણય જો લાગુ કરવામાં આવશે તો મોટો વિવાદ સર્જાય તેવી પણ એક સંભાવના ઉભી થઇ છે.
ભાજપની નવી ટીમનો નવો શિરસ્તો લાગુ થશે તો ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો દર અઠવાડિયે નક્કી કરેલા દિવસે પાલિકા કચેરીમાં જશે અને ભાજપના કાર્યાલયમાં બેસશે. સામાન્ય રીતે ભાજપના પાલિકામાં આવેલા કાર્યાલયમાં પક્ષે નક્કી કરેલા નેતા અને દંડક બેસતા હોય છે ત્યારે ભાજપના પદાધિકારીઓ તેમનું બોર્ડ આવ્યા બાદ નિયમિત રીતે જશે અને દર અઠવાડિયે બેઠક જમાવીને કાર્યકરોને પાલિકાને લગતી કોઈ મુશ્કેલી હશે તો સાંભળશે અને તેના આધારે મેયર ,ડેપ્યુટી મેયર કે સ્થાયી સમિતિના અધ્યક્ષને તેની જાણ કરી તેને નિવેડો લાવવાની સૂચના આપશે તેવું હાલ જાણવા મળ્યું છે.જો કે, કોઈ ચર્ચા કરવાની હોય તો પક્ષના કાર્યાલયમાં જ થતી હોય છે. નીતિ વિષયક નિર્ણયો ઉપરાંત સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા થાય છે
GPMC એક્ટમાં આવી કોઇ જોગવાઇ નથી
ભૂતકાળમાં ક્યારેય પણ ભાજપ સંગઠનના હોદ્દેદારો નિયમિત રીતે પાલિકા કચેરીમાં બેઠક કરવા ગયા નથી અને જીપીએમસી એકટમાં પણ આવી કોઈ જોગવાઇ નથી, સંગઠન સીધું પાલિકાના વહીવટમાં દરમિયાનગીરી કરશે તેવો પણ સંદેશો આપવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.