તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સંગઠને બોન્ડની દરખાસ્તનો અભ્યાસ કરવા CA મોકલ્યા

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના વહીવટમાં ભાજપ સંગઠનનો ચંચૂપાત
  • CAએ ફાઇલ જોઇ, હિસાબી અધિકારી સાથે ચર્ચા કરી

પાલિકાના શાસકો અને સંગઠન વચ્ચે તાલમેલ જોવા મળી રહ્યો નથી ત્યારે મ્યુનિસિપલ બોન્ડ અંગેની દરખાસ્ત નો અભ્યાસ કરવા માટે એક સી.એ ને પાલિકામાં મોકલવામાં આવતા તેની પાછળ સંગઠનનો પેસારો હોવાની ચર્ચાએ જોર પકડયું છે અને તેના કારણે વિવાદનો મધપુડો છંછેડાયો છે.પાલિકાનો અમૃત યોજના હેઠળ સૂચિત મ્યુનિસિપલ બોર્ડ માટે જરૂરી બોન્ડ ઈશ્યૂ કમિટી રચવા અને કમિટીને જરૂરી સત્તા આપવાની ભલામણ કરતી દરખાસ્ત વધુ એક વખત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

સરકારની અમૃત યોજના હેઠળ ગેપિંગ ફંડ પેટે રૂ.200 કરોડ મેળવવા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડી આ રકમ મેળવવા અંગેની મંજૂરી પાલિકાએ અગાઉ લીધી છે.આ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા અંગેની પ્રક્રિયા પૈકી જરૂરી તમામ પ્રક્રિયા જેવી કે એજન્સીની નિમણૂંક કરવી ,છેલ્લા પાંચ વર્ષની બેલેન્સશીટ, અદ્યતન ક્રેડિટ રેટિંગ સહિતની કામગીરી પૂરી થઈ છે.હાલમાં મ્યુનિસિપલ બોર્ડ માટે નિયુક્ત લીગલ કાઉન્સિલ દ્વારાઇન્ફોર્મેશન મેમોરેન્ડમ અને અન્ય રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને આ બંને વિગતો તૈયાર થઈ થી સેબીમાં રજુ કરી મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાની મંજૂરી મેળવવાની રહેશે.

આ મામલે અગાઉ દરખાસ્ત મુલતવી કરી દેવામાં આવી હતી અને ફરીથી એજન્ડામાં લેવામાં આવી છે.આ મામલે,સ્થાયી સમિતિએ નિર્ણય લેવાનો છે ત્યારે મોડી સાંજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાલિકાની વડી કચેરીમાં પહોંચ્યા હતા . તેમણે આ કામની દરખાસ્ત અને ફાઈલ મંગાવીને અભ્યાસ કરી પાલિકાના મુખ્ય હિસાબી અધિકારીને પણ બોલાવી ચર્ચા કરી હતી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે પણ બેઠક કરી હતી.

સામાન્ય રીતે આ બાબત પાલિકાના શાસક પક્ષ ભાજપની સંકલન સમિતિ દ્વારા ચર્ચામાં લેવાતી હોય છે ત્યારે મનુભાઇ ટાવર ખાતેથી લેવાયેલા નિર્ણયના ભાગરૂપે ભાજપ સાથે સંકળાયેલા આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કઇ જવાબદારીથી અભ્યાસ કરવા પાલિકામાં એન્ટ્રી લીધી તે સવાલ ઉભો થયો છે.

મ્યુનિ. કમિશનરની સમિતિ પાસે બોન્ડની તમામ સત્તા
મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ પદ વાળી આ સમિતિ પાસે સૂચિત મ્યુનિસિપલ બોન્ડની સંપૂર્ણ પ્રક્રિયા માટે જરૂરી કાર્યો કરવા અને નિર્ણય લેવા અંગેની સત્તા રહેશે અને તેમાં મુખ્યત્વે બોન્ડ અમૃતમ ના કયા કામો માટે બહાર પાડવાઝ બોન્ડ ક્યારે, કેટલી રકમ અને કેટલા સમય માટે બહાર પાડવા, આવેલ વ્યાજદર સ્વીકારવા માટે એજન્સીની નિમણૂક કરવી જેવી સત્તા આપવા આવશે.

સમજવા માટે બોલાવ્યા હતા
મ્યુનિસિપલ બોન્ડ અંગે સમજ મેળવવા માટે ચાર્ટડ એકાઉન્ટન્ટને બોલાવાયા હતા,આખી પ્રક્રિયાની સમજ મેળવવા માટે અભ્યાસ કરવામાં આવ્યો હતો.> ડો.હિતેન્દ્ર પટેલ, અધ્યક્ષ, સ્થાયી સમિતિ

રીડેવલપમેન્ટ સ્કીમનો અમલ કરવા માટે ભલામણ
પાલિકા, હાઉસિંગ બોર્ડ સહિતના સરકારી વિભાગો દ્વારા વર્ષો પહેલા નિર્મિત આવા જર્જરિત મકાનો ને રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આવરી લેવાનો તખ્તો તૈયાર થયો છે.જેમાં,છાણી, દિવાળીપુરા, ગોરવા, માંજલપુર, ગોત્રી, તાંદલજા સહિતના વિસ્તારોમાં ખાસ કરીને ઇડબલ્યુએસ ના આવાસો જર્જરિત હાલતમાં છે તેને રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આવરી લેવા માટેની દરખાસ્ત સ્થાયીમાં રજુ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...