કોરોનાનાના કેસો ફરી એક વખત વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સરકારી કચેરીઓમાં આવતા મુલાકાતી એ બંને લીધા છે કે તે પ્રમાણપત્રની ખરાઇ કર્યા બાદ જ પ્રવેશ આપવાની સૂચના જારી કરી છે. પરંતુ વડોદરાની સરકારી કચેરીઓમાં આવતા અરજદારોનું સ્ક્રિનિંગ સહિતની તપાસ તો બાજુ પર રહી પણ પૃચ્છા સુધ્ધાં કરવામાં આવી રહી નથી. જેને લઇને સંક્રમણનું જોખમ સતત ઝંબુળતુ રહે છે. દિવ્ય ભાસ્કરે શુક્રવારે 4 કચેરીઓ પર તપાસ કરતા ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવુ ચિત્ર જોવા મળ્યું હતું.
આ કચેરીમાં રોજ 500થી 700 લોકો આવતા હોય છે. 2 ગેટ પર 8થી વધુ ગાર્ડ ફરજ બજાવે છે. કચેરી બહાર દીવાલો પર રસી વિના પ્રવેશ નહીંની સૂચના લગાવી છે. પરંતુ બપોરે 3થી 4 વાગ્યા સુધીમાં તપાસ કરતાં મેયર કચેરી તરફના ગેટ પર મુલાકાતીને રોકી પૂછવાની દરકાર લેવાઇ ન હતી.
આ બહુમાળી ઇમારતમાં તિજોરી કચેરી, પેન્શન કચેરી, દસ્તાવેજ નોંધણી જેવી મહત્ત્વની કચેરી છે. રોજ 2 હજાર લોકો આવતા હોય છે. અહીં સાંજે 4થી 5 વાગ્યા સુધીમાં તપાસ કરતાં એકેયના વેક્સિનના બે ડોઝ લેવાયા છે કે કેમ તેના સર્ટિફિકેટ ચકાસાઈ રહ્યાં નથી કે પૂછવામાં આવી રહ્યું નથી.
આ બહુમાળી ઇમારતમાં રોજ 2 હજારથી વધુ મુલાકાતીઓ આવે છે. અહીં બપોરે 2થી 3 વાગ્યા સુધી તપાસ કરતાં નજરે પડ્યું હતું કે પ્રવેશદ્વાર પર તપાસ માટે કોઇ વ્યવસ્થા જ નથી કરાઇ, લોકો બિન્ધાસ્તપણે અવર જવર કરી રહ્યા છે. જેને લઇને કર્મચારીઓ પર પણ જોખમ વધ્યું છે.
આ કચેરીમાં રોજ 700 લોકો અવરજવર કરે છે. ગેટ પર 2 સિક્યુટિરી ગાર્ડને જવાબદારી સોંપાઇ છે. જોકે બપોરે 1થી 2 વાગ્યા સુધીમાં ગાર્ડ આરામ ફરમાવતા હતા. એકેય મુલાકાતીઓને અટકાવી રસના સર્ટિ. અંગે તો ઠીક ક્યાં જવું છે, કોને મળવાનું છે તેની પૃચ્છા પણ કરાતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.