તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓન લાઇન પરીક્ષા:સાયન્સ ફેકલ્ટીની ઓન લાઇન પરીક્ષા ત્રણ શિફ્ટમાં યોજાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા. - Divya Bhaskar
તસવીર: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા.
 • કાલથી BSc સેમેસ્ટર 3 અને 5, જ્યારે MSc સેમેસ્ટર 3ની પરીક્ષા

29 ડિસેમ્બરથી સાયન્સ ફેકલ્ટીની સેમેસ્ટર એન્ડની પરીક્ષા શરૂ થશે. બીએસસી સેમેસ્ટર 3 અને 3 તેમજ એમએસસી સેમેસ્ટર 3ની પરીક્ષા યોજાશે. 2500 જેટલા વિદ્યાર્થીઓ 3 શિફ્ટમાં પરીક્ષા આપશે.મ.સ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની સેમેસ્ટર એન્ડની પરીક્ષા 29 ડિસેમ્બરથી શરૂ થશે. યુનિવર્સિટીમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં વિવિધ ફેકલ્ટીઓમાં સેમિસ્ટર એન્ડ ઍક્ઝામ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. સાયન્સ ફેકલ્ટીની સાથે એજ્યુકેશન સાઇકોલોજીની પરીક્ષા શરૂ થશે.

ચાલુ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં તમામ પરીક્ષા ઓનલાઇન લેવાઈ હતી. સરકારે ઓફલાઇન કોલેજો શરૂ કરવા સૂચના આપી નથી ત્યારે યુનિ. દ્વારા સત્ર ન બગડે તે માટે ઓનલાઈન પરીક્ષા લેવા નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે 9 જાન્યુઆરીથી 10 ફેકલ્ટીની ઓનલાઈન પરીક્ષા યોજાવાની છે. જ્યારે 29 ડિસેમ્બરથી સાયન્સ ફેકલ્ટીની સેમેસ્ટર એન્ડની પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં 2500 વિદ્યાર્થીઓ ભાગ લેશે.

જેમાં બીએસસી સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે તથા એમએસસીના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા યોજાશે. જુદા જુદા 3 સમયે પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં 11 વાગ્યે, 2 વાગ્યે તથા 4 વાગ્યે પરીક્ષા લેવાશે. એજ્યુકેશન સાઇકોલોજી ફેકલ્ટીની પરીક્ષા પણ 29મી તારીખે શરૂ થશે, જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો