અલકાપુરીના એરિસ્ટો એપાર્ટમેન્ટનો બનાવ:એકલા રહેતા વૃદ્ધ નાહીને નીકળ્યા બાદ પડી જતાં 2 દિ’ સુધી ઘરમાં પૂરાઇ રહ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડોશીએ ફાયરબ્રિગેડને જાણ કરી
  • અાખરે લાશ્કરોઅે દરવાજો તોડીને બહાર કાઢી સયાજીમાં ખસેડ્યા

અલકાપુરીમાં અેકલા રહેતા 85 વર્ષીય વૃદ્ધ નાહીને નીકળ્યા બાદ પડી જતાં 2 દિવસ ઘરમાં પૂરાઇ રહ્યા હતા. પડોશીઅોઅે જાણ કરતાં લાશ્કરોઅે દરવાજો તોડીને બહાર કાઢી સયાજીમાં ખસેડ્યા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરનારા અને વૃદ્ધના ઘરની બહાર વર્ષોથી દુકાન ચલાવનાર કમલેશ અગ્રવાલે જણાવ્યું કે, અરુણોદય સોસાયટીના એરિસ્ટો એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા એમવી સામંત આર્મીમાં ફરજ બજાવતા હતા. રિટાયર થયા બાદ તેઓ એલઆઇસીનંુ કામ કરતા હતા.

બે-ત્રણ દિવસથી તેઓ દેખાતા ન હોવાથી રહીશોએ ઘરના દરવાજાની બારીમાંથી જોતાં તેઓ બેડ પર સૂતા હોવાનું જણાવ્યું હતું. અા અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં તેઓએ દરવાજો તોડી તેમને બહાર કાઢી 108માં સારવાર માટે સયાજીમાં ખસેડ્યા હતા. વૃદ્ધે ઇશારાથી નાહીને નીકળ્યા બાદ પડી જતાં ઊભા થઇ શકાતું ન હોવાનું જણાવ્યું હતું. 85 વર્ષિય વૃદ્ધ સૈદ્ધાંતિક અને નીતિ નિયમથી જીવવાવાળા હતા, તેથી વર્ષો અગાઉ તેમને જીઇબી સાથે વાંધો પડતાં તેઓ 14 વર્ષ લાઇટ વગર ઘરમાં રહ્યા હતા. હાલ તેમનો પરિવાર યુકે રહે છે.

UKરહેતા પુત્રને જાણ કરી પણ વ્યવસ્થા ન કરાઈ
વૃદ્ધનો પુત્ર અને પત્ની લંડન રહે છે. ઘટના અંગે તેમના પુત્રનો સંપર્ક સાધી જાણ કરાતાં તેણે માણસની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું. જોકે 1 કલાક થવા છતાં કોઈ ન આવતાં આખરે 108 અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...