ઠગાઇ:દુકાન ખરીદ્યા બાદ વધુ નફાની લાલચમાં વૃદ્ધે 11 લાખ ગુમાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બિલ્ડરે દુકાન વેચી નાખ્યા બાદ નફાના અડધા નાણા આપવાનું કહી ઠગાઇ કર્યાની ફરિયાદ

શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતા વૃદ્ધે આનંદએકઝોટીકા રેસીડેન્સીમાં દુકાન બુક કરાવી દુકાનના પૈસા ચુકવી દીધા બાદ આ જ દુકાનને વધુ ભાવે વધુ નફો મેળવવાની લાલચમાં બિલ્ડર સાથે મળીને બીજા લોકોને વેચી દીધા બાદ બિલ્ડરે વૃદ્ધને 11 લાખ રુપીયા ના આપતાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી. ઇલોરાપાર્કમાં રહેતા રાજેન્દ્રકુમાર વેલજીભાઇ જોશીએ પોલીસમાં જાલાભાઇ રેવાભાઇ સાટીયા (રહે, શાંતાપાર્ક સોસા. હરિનગર ગોત્રી રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમણે રૂા.18 લાખમાં દુકાન બુક કરાવી રોકડા અને ચેકથી 17 લાખ ચુકવ્યા હતા.પઝેશન મળ્યા બાદ 1 લાખ આપવા હતા.

ત્યારબાદ જાલાભાઇએ વૃદ્ધની સંમતીથી આ દુકાન વધુ નફો મેળવી 28 લાખમાં વેચવા અને નફાની રકમનો અડધો હિસ્સો વેચી લેવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ દુકાન અંબીકા કોલ અને સુનિલ કોલને 28 લાખમાં વેચી દીધી હતી જેમાંથી ફરિયાદીને 17 લાખ અને 5 લાાખ નફાના મળીને 22 લાખ લેવાના હતા જેમાંથી 11 લાખ આપી બાકીના 11 લાખ આપ્યા ન હતા.

વૃદ્ધે ફરિયાદઆપતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.જાલાભાઈ રેવાભાઈ સાટીયા નાએ વૃદ્ધને જણાવ્યું હતું કે, તમે જે દુકાન ખરીદી હતી તે દુકાન હાલમાં 30 લાખના ભાવે વેચાય તેમ છે અને તમે 17 લાખ રોકાણ કર્યું છે તે રકમ ઉપરાંત જે રકમ આવશે તે રકમમાંથી અડધા અડધા પૈસા બંન્ને વહેંચી લઇશું, જેથી વૃદ્ધ પણ તેની વાતમાં આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...