રાજકારણ:કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે 200થી વધુ દાવેદારોથી કાર્યાલય ઉભરાયું

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંડિયાબજાર સ્થિત કાર્યાલયમાં કોંગ્રેસની સંકલનની બેઠક યોજાઈ
  • પ્રદેશના​​​​​​​ હોદ્દેદારોએ ડોર ટુ ડોર કેમ્પેઇન માટે બોલાવ્યા હોવાનું જણાવાતાં નિરાશા

શહેર કોંગ્રેસ પાર્ટી કાર્યાલય ખાતે સંકલનની બેઠકમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. 200થી વધુ ટિકિટ વાંચ્છુક ભેગા થતાં કાર્યાલય ખીચોખીચ ભરાઈ ગયું હતું. જોકે પ્રદેશના હોદ્દેદારોએ ચૂંટણીમાં ડોર ટુ ડોર કેમ્પેઇન માટે બોલાવ્યા હોવાનું જાણવા મળતાં જ એક તબક્કે ચૂંટણી લડવા ઇચ્છકો નિરાશ થયા હતા.

દાંડિયાબજારના કોંગ્રેસ કાર્યાલય ખાતે સોમવારે સંકલનની બેઠકમાં પ્રદેશ ઉપપ્રમુખ અને શહેર-જિલ્લા પ્રભારી પંકજ પટેલ અને પ્રદેશ મહામંત્રી અને પ્રભારી ભાર્ગવ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કાર્યકરો બાયોડેટા સાથે પહોંચ્યા હતા. જોકે બાયોડેટા લેવાયા ન હતા, પણ ડોર ટુ ડોર કેમ્પઈન અને જનમિત્ર કોન્સેપ્ટની ચર્ચા કરાઈ હતી. કેબિનમાં ઉમેદવારોને પ્રભારીઓએ સાંભળ્યા હતા.

મહામંત્રી અને પ્રદેશના પૂર્વ હોદ્દેદાર વચ્ચે ચકમક
શહેર કોંગ્રેસ મહામંત્રી હસમુખ પરમારે જણાવ્યું કે, ચૂંટણી લડવા ઈચ્છનાર 5 લાખ ફંડ આપે. જે બાદ પ્રદેશના પૂર્વ હોદ્દેદાર ગુણવંત પરમારે પૈસા નથી, તેવો કટાક્ષ કરતાં બોલાચાલી થઈ હતી. જ્યારે ગુણવંત પરમારે બોલાચાલી ન થઈ હોવાનું જણાવ્યું હતું.

પોસ્ટરોમાં 2 લોકોના જ ફોટા કેમ લગાવાય છે?
બેઠકમાં એક કાઉન્સિલરે કહ્યું કે, અનેક સ્થળે લગાવેલા પોસ્ટરમાં 2 લોકોના જ ફોટા કેમ હોય છે? વિસ્તારના કાર્યકર્તાના પણ ફોટા મૂકવા જોઈએ, જેથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધે. પ્રભારીએ કહ્યું કે, જેમને પોસ્ટર લગાવવા હોય એ પોતાના પૈસે લગાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...