કોરોના ઇફેકટ:સ્કૂલોમાં ધો.10થી 12ના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, 250થી વધુ ક્લાસીસમાં ઓનલાઇન કોચિંગ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક કોચિંગ ક્લાકમાં સંખ્યા 50 ટકા કરાઈ

કોરોનાના કેસોમાં વધારો થવાની સાથે જ ધો.10 થી 12ના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઇ છે. બીજી તરફ શહેરના 250થી વધારે કોચિંગ ક્લાસ દ્વારા ઓનલાઇન માધ્યમથી ભણાવવાનું શરૂ કરાયું છે. કોચિંગ ક્લાસમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.કોરોનાના કેસો વધતાં સરકારે ધોરણ 1 થી 9ના વર્ગો ઓનલાઇન કર્યા છે. જોકે ધોરણ 10 થી 12ના ક્લાસ ઓફલાઇન ચાલુ રખાયા છે. જોકે કોરોનાના વધતા જતા કેસોના પગલે ધોરણ 10 થી 12ના વર્ગોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે.

બીજી તરફ શહેરમાં ખાનગી કોચિંગ ક્લાસીસમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જવા પામી છે. ધોરણ 1થી 9ના કોચિંગ ક્લાસ ઓનલાઇન કરી દેવાયા છે. 250થી વધુ કોચિંગ ક્લાસ સંચાલકોએ ધો.10થી 12નું ઓનલાઇન કોચિંગ શરૂ કર્યું છે. બરોડા એકેડેમિક એસો.ના પ્રમુખ સમીર દુર્વેએ જણાવ્યું હતું કે, ગાઇડ લાઇન પ્રમાણે કોચિંગ ક્લાસમાં સંખ્યા 50 ટકા કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...