કોરોના વડોદરા LIVE:વધુ 212 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો વધીને 70,316, વધુ બેના મોત અને 699 ડિસ્ચાર્જ થયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોના દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલમાં બેડની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલમાં બેડની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. (ફાઈલ તસવીર)

કોરોના સંક્રમણ રાજ્યભરમાં ઘટી રહ્યું છે. જોકે, હાલ વડોદરામાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 212 કેસ નોંધાતા પોઝિટિવ કેસ સાથે કુલ આંક 70,316 ઉપર પહોંચી ગયો છે. વધુ બેના મોત થતા કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 616 પર પહોંચ્યો છે. 699 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 64,327 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 5373 એક્ટિવ કેસ પૈકી 147 દર્દી ઓક્સિજન ઉપર અને 95 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,179 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 70,316 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9545, પશ્ચિમ ઝોનમાં 11,542, ઉત્તર ઝોનમાં 11,538, દક્ષિણ ઝોનમાં 11,476 વડોદરા ગ્રામ્યમાં 26,179 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ અલકાપુરી, જતેલપુર, ગોત્રી, માંજલપુર, નિઝામપુરા, માણેજા, વડસર, દંતેશ્વર, બાપોદ, રાજમહલ રોડ, ઇલોરાપાર્ક, સુભાનપુરા, છાણી, કોઠી, શિયાબાગ, રામદેવનગર, ગોરવા, નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડીયા રોડ, સોમા તળાવ, નવીધરતી, કારેલીબાગ, તાંદલજા, રાવપુરા, પ્રતાપનગર
ગ્રામ્યઃ પાદરા, ડભોઇ, કરજણ, અમરેશ્વર, અણસ્તુ, વાઘોડીયા, તાજપુરા, મોટીકોરલ, સાદરા, સાધી, સાઠોદ, જાસપુર, બોરબર, જરોદ, પદમલા, સિંધરોટ, કોયલી, ભિલોડીયા, ડબકા, આસોજ, વિરોદ, ચોરંદા, રાણપુર, પીંપલી.

અન્ય સમાચારો પણ છે...