તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 4 પોઝિટિવ, કુલ કેસ 71,777 થયા, રથયાત્રાને પગલે આવતીકાલે બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વેક્સિનેશનની કામગીરી થશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1149 સેમ્પલ પૈકી 4 પોઝિટિવ અને 1145 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 71,777 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 7 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,112 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 42 એક્ટિવ કેસ પૈકી 6 દર્દી ઓક્સિજન ઉપર અને 4 દર્દી વેન્ટિલેટર પર છે.

સોમવારે બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વેક્સિનેશનની કામગીરી થશે
વડોદરામાં આવતીકાલે સોમવારે ભગવાન જગન્નાથની રથયાત્રાને પગલે સવારે 6 વાગ્યાથી લઇને 12 વાગ્યા સુધી રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે, જેને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સોમવારે બપોરે 1 વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,722 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,777 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9655, પશ્ચિમ ઝોનમાં 11,881 ઉત્તર ઝોનમાં 11,739, દક્ષિણ ઝોનમાં 11,744, વડોદરા ગ્રામ્યમાં 26,722 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
ગોરવા, કિર્તીસ્તંભ, સયાજીગંજ

ગ્રામ્યઃ કોયલી.

અન્ય સમાચારો પણ છે...