તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 7 પોઝિટિવ અને 13 દર્દીએ કોરોનાને માત આપી, 71,070 દર્દી રિકવર થયા અને કુલ કેસઃ71,757 થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1209 સેમ્પલ પૈકી 7 પોઝિટિવ અને 1202 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,757 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 13 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,070 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 64 એક્ટિવ કેસ પૈકી 6 દર્દી ઓક્સિજન ઉપર અને 4 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,715 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,757 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9654, પશ્ચિમ ઝોનમાં 11,878, ઉત્તર ઝોનમાં 11,736, દક્ષિણ ઝોનમાં 11,7387, વડોદરા ગ્રામ્યમાં 26,715 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
આજવા રોડ, નિઝામપુરા, વાઘોડિયા રોડ

ગ્રામ્યઃ ડભોઇ, કાયાવરોહણ, સિંધરોટ, સાગડોલ.

અન્ય સમાચારો પણ છે...