તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • The Number Of Positive Cases Crossed 31 Thousand And Reached 31,106, The Official Death Toll Was 257, A Total Of 27,821 Patients Were Recovered.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:MLA મનિષા વકીલ સહિત આજે વધુ 393 કેસ, વધુ 3 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 260, કુલ કેસઃ 31,499 થયા

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના ધારાસભ્ય મનિષા વકીલની ફાઈલ તસવીર - Divya Bhaskar
ભાજપના ધારાસભ્ય મનિષા વકીલની ફાઈલ તસવીર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં આજે કોરોનાના વધુ 393 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 31,499 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 3 દર્દીના મૃત્યુ સાથે સત્તાવાર મૃત્યુઆંક 260 પર પહોંચ્યો છે. આજે વધુ 222 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 28,043 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 3196 એક્ટિવ કેસ પૈકી 174 દર્દી ઓક્સિજન ઉપર અને 112 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 2910 દર્દીની હાલત સ્થિર છે..

ભાજપના ધારાસભ્ય મનિષા વકીલ સંક્રમિત થયા
વડોદરાના ભાજપના ધારાસભ્ય મનિષા વકીલ કોરોના સંક્રમિત થયા છે. મનિષા વકીલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે 'છેલ્લા 3-4 દિવસથી કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ૩ દિવસ દરમિયાન મારા સંપર્કમાં આવેલા સૌને કાળજી રાખવા તથા ટેસ્ટ કરાવી લેવા વિનંતી છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8741 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 31,499 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4878, પશ્ચિમ ઝોનમાં 5569, ઉત્તર ઝોનમાં 6311, દક્ષિણ ઝોનમાં 5964, વડોદરા ગ્રામ્યમાં 8741 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
બાપોદ, કિશનવાડી, પરિવાર ચાર સ્તા, આજવા રોડ, રામદેવનગર, સવાદ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાપુરા, નવાયાર્ડ, સમા, શિયાબાગ, એકતાનગર, ગાજરવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામિલ, માણેજા, મકરપુરા, તાંદલજા, તરસાલી, અટલાદરા, અકોટા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા જેતલપુર
ગ્રામ્ય: પાદરા, કોયલી, થુવાવી, કેલનપુર, અનગઢ, ચાણસદ, પોર, વાઘોડિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો