શિક્ષણ સમિતિની 120 શાળાઓમાં 2 વર્ષ અગાઉ ધો.1માં સરેરાશ 3200 જેટલા વિદ્યાર્થી પ્રવેશ લેતા હતા. ગત વર્ષથી અા સંખ્યા 5 હજાર પર પહોંચી છે. હાલ કરાયેલા સર્વેમાં ધો.1માં નવા પ્રવેશ માટે 4792 જેટલા વિદ્યાર્થીઓને આઇડેન્ટીફાઇ કરાયા છે. અા સંખ્યા હજી વધશે. વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યાને પગલે 129 જેટલા ઓરડાઓ બાંધવવાની મંજૂરી અપાઇ છે. કોરોનાકાળ પછી લોકોની આર્થિક સ્થિતિને ગંભીર અસર પહોંચી છે. જેના પગલે સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનો ક્રેઝ વધ્યો છે.
જૂન મહિનાથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે ત્યારે ઉનાળા વેકેશન દરમિયાન દર વર્ષે શિક્ષકો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરીની ધો.1માં વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે માટેનો સર્વે કરવામાં આવતો હોય છે. આ વર્ષના સર્વે દરમિયામ 4792 જેટલા વિદ્યાર્થીઓને આઇડેન્ટીફાઇ કરાયા છે. ગત વર્ષે 5164 વિદ્યાર્થીઓએ ધો.1માં પ્રવેશ લીધો હતો.
શિક્ષણ સમિતિમાં ઓકટોમ્બર મહિના સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. ત્યારે જુન-જુલાઇ માસમાં જ આંકડો 5 હજાર પર પહોંચી જશે. ખાનગી શાળામાં ફીના વધારાને પગલે વાલીઓનો મોહભંગ થયો છે અને સરકારી શાળા પર વિશ્વાસ વધ્યો છે. સ્માર્ટ કલાસ સહિતની સુવિધાઓ તથા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.
સરકારી સ્કૂલનો ક્રેઝ વધવાનાં કારણો
નવા સત્રની તૈયારી, ઘેર જઇ આધારકાર્ડ કાઢી અપાય છે
નવા સત્રની તૈયારીના ભાગ રૂપે સમિતિની શાળાનાાં વિદ્યાર્થીઓના આધારકાર્ડ તેમના ઘરે જઇને કાઢી અપાય છે. તેમજ અપડેટ પણ કરી અપાયા છે. વાલીઓના પણ આધારકાર્ડ કાઢી અપાય છે.
ધોરણ 9 માટે વિદ્યાર્થીઓની યાદી તૈયાર થઇ રહી છે
ધોરણ 8 પછી ધોરણ 9માંં ગ્રાન્ટેડ સ્કૂલો શરૂ કરવા માટે સરકાર પાસે પરવાનગી માંગી છે. તેની સાથે ડોનર્સની મદદથી વિદ્યાર્થીઓને ગ્રાન્ડેટ શાળામાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરાઇ છે. આગામી સપ્તાહે બેઠકમાં યાદી વિશે ચર્ચા કરાશે. - હિતેશ પટણી, ચેરમેન, સમિતિ
ધો.2થી 8નાં ખાનગી સ્કૂલોના 12 હજાર વિદ્યાર્થીઓ આવ્યા
કોરોનાની મહામારીના બે વર્ષ દરમિયાન અનેક લોકોની નોકરી ધંધા ઉપર માઠી અસર પહોંચી છે. અનેક લોકોને નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. તો નાના-મોટા ધંધા કરીને ગુજરાન ચલાવનારા લોકોના ધંધા ઉપર માઠી અસર પડી હતી. ખાનગી સ્કૂલોની મસ મોટી ફી વસૂસવાની ચાલું રાખી હતી અને ફી વધારો પણ કરાતા વાલીઓ પણ ખાનગી શાળા થી મોહભંગ થયો હતો.
તાલીમબદ્ધ શિક્ષકોની કર્મનિષ્ઠાથી સંખ્યા વધી સરકારી શાળામાં શિક્ષકોનું સ્તર ઘણું સારું છે. તાલીમબદ્ધ શિક્ષકો બાળકોને ભણાવે છે. વાર્તા કથન અભિનય સાથે પ્રાથમિકના બાળકોને શિક્ષણ આપવા સહિત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. સ્માર્ટ ક્લાસરૂમથી બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. ખાનગી શાળાઓમાં ફી વધી રહી છે જે પણ વાલીઓને પોસાતી નથી. સામે સરકારી શાળાઓ ખાનગીને ટક્કર આપે તે પ્રકારની બની ગઇ છે. જેથી વસંખ્યા વધી છે. - નૈષધ મકવાણા, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.