તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:SSGમાં ICU-ઓક્સિજન બેડના દર્દીઓ ઘટી 724માંથી 656 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એસએસજીમાં કઇ તારીખે કેટલા દર્દીઓ? - Divya Bhaskar
એસએસજીમાં કઇ તારીખે કેટલા દર્દીઓ?
  • OPDમાં 1 મેએ 392 દર્દી હતા, જે ઘટીને 276 થયા
  • 3 દિવસથી નવા દાખલ થતાં દર્દીની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો

સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 1 મેના રોજ 776 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા હતા, જે 8 મેના રોજ ઘટીને 680 થઇ ગયા હતા. તંત્ર માટે રાહતની વાત એ રહી કે આઇસીયુ અને ઓક્સિજન બેડ પર 1લી મેના રોજ 724 દર્દીની સારવાર ચાલતી હતી, તેમાં અઠવાડિયામાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે આ દર્દીની સંખ્યા 656 હતી.

એસએસજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓનું સમરસ, પારુલ અને પાયોનિયરમાં શિફ્ટિંગ કરાઈ રહ્યું છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં એસએસજીમાંથી 284 દર્દીને અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરાયા છે. હોસ્પિટલના એડવાઇઝર ડો. મીનૂ પટેલ કહે છે કે, ‘ઓપીડીમાં આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં હોય તેવા દર્દીની સંખ્યા પણ ઘટી છે. 1લી મેના રોજ કોરોનાનાં લક્ષણો ચેક કરાવવા આવેલા લોકો 392 હતા, જેમાં ક્રમશ: ઘટાડો થઇને 7મી મેના રોજ સંખ્યા 276 થઇ ગઇ હતી.’

એસએસજી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. ઓ.બી.બેલિમે જણાવ્યું કે, આ ખૂબ જ હકારાત્મક બાબત છે. છેલ્લા 3 દિવસથી નવા દાખલ થતાં દર્દીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 4 દિવસ અગાઉ 125 દર્દી નવા દાખલ થતા હતા, હવે 80 જેટલા દર્દી દાખલ થાય છે.

રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ દર્દીઓની ટકાવારી વધી
એસએસજીની​​​​​​​ ઓપીડીમાં આવતા લોકો અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી ઘટ્યા છે પણ આ દર્દીઓમાં પોઝિટિવની ટકાવારી વધી છે. 1 મેએ શંકાસ્પદ 267 દર્દીના રેપિડ ટેસ્ટ કરાતાં 44 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 5મીએ 233માંથી 47 અને 7મીએ 182 પૈકી 41ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...