તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:યુનિટી ફાઉન્ડેશનના સંચાલકોએ કરેલી ઠગાઈનો આંક 100 કરોડને વટાવશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદમાં ઓફિસ ખોલી કોર્પોરેટ સ્ટાઇલથી વેબ સાઇટ બનાવી લોકોને ખંખેર્યા
 • રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ સાથેના ફોટા બતાવી લોકોને શીશામાં ઉતાર્યા

અમદાવાદના પોશ વિસ્તારમાં યુનિટી ફાઉન્ડેશન નામની સંસ્થાની ઓફિસ ખોલ્યા બાદ કોર્પોરેટ સ્ટાઈલમાં સંસ્થાની વેબસાઈટ બનાવી આરોપીઓએ 45 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કૌભાંડનો આંક 100 કરોડે પહોંચી તેવી શક્યતા છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર દીપકસિંહ રાજપુત રાજ્યના અને કેન્દ્રના મંત્રીઓ સાથે ફોટા પડાવી અને પોતાની સંસ્થાની જાણકારી આપતો હતો.જ્યારે આ ફોટા તેની વેબસાઈટ પર મુકીને લોકોને અભિભૂત કરતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુનિટી ફાઉન્ડેશન સંસ્થાની વેબસાઈટમાં આરોપી દિપકની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રિય મંત્રીઓ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ પડાવેલા ફોટા મૂકવામાં આવ્યાં છે. જ્યારે આરોપી દ્વારા તેનું ચીટિંગ પકડાઈ ન જાય તે માટે અમુક બહેનોને સિવણ માટે સંચો તેમજ નાની મોટી લોન આપવાની સહાય આપવામાં આવતી હતી. જ્યારે આ સહાય માટે પણ આરોપી કાર્યક્રમ યોજતો હતો અને તેમાં નેતાઓ પાસે બહેનોને સહાયની રકમ કે વસ્તુઓ અપાવતો હતો.

દિપક દ્વારા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાના એજન્ટો બનાવી રાખ્યાં હતાં. આ એજન્ટો પણ ગ્રામ કક્ષાએ મહિલાઓને ભેગી કરીને સંસ્થાના કામગીરીની માહિતી આપી અને દિપકસિંગ રાજપુતના નેતાઓ સાથેના ફોટા બતાવીને તેમને પ્રભાવિત કરતા હતા.જ્યારે આ ગ્રામકક્ષાએ કરેલી મીટીંગના ફોટા પણ આરોપી પોતાની વેબસાઈટમાં ચઢાવીને સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરી બતાવતો હતો.પરંતું જમીન લેવલે કોઈ મહિલાને મદદ કરવામાં આવતી ન હતી.

ઉલ્લેખનિય છે કે, આરોપી દિપક રાજપુત રાજકોટ જેલમાં પાસાની સજા ભોગવતો હતો,તે દરમિયાન જેલમાં આવેલા અન્ય આરોપીઓ પાસેથી ઉપરોક્ત પ્રકારનું ચીટીંગ કરવાનો આઈડીયા તેને મળ્યો હતો. જ્યારે દિપકસિંહ રાજપુત અને રામજી રાઠોડ વિરૂધ્ધ ગુજરાતના પાલડી પોલીસ સ્ટેશનમાં મારામારી અને ચીટીંગના ગુના નોંધાયેલા છે,જેમાં તેને પાસા થઈ હતી. જ્યારે રાજસ્થાનના બાસવાંડા,સજજ્નગઢ અને કુશલગઢ પોલીસ સ્ટેશનમાં પણ ચીટીંગના ગુના દાખલ થયેલા છે.

પીસીબી પીઆઈ આર.સી.કાનમીયાએ જણાવ્યું હતું કે, ચીટીંગના આરોપીઓને 15 નવેમ્બરના રોજ રિમાન્ડ માટે રજૂ કરાતા 20મી સુધીના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે.પોલીસ દ્વારા 14 દિવસના રીમાન્ડ મંગાયા હતા.

આરોપીઓ વિરુદ્ધ દાહોદ, પંચમહાલ, રાજસ્થાનમાં પણ ગુના નોંધાવવાનું શરૂ
શહેર પોલીસે જણાવ્યું કે, વડોદરા પીસીબી દ્વારા કોરોડો રૂપીયાનું કૌભાંડ આચરતી અમદાવાદની બોગસ સંસ્થાના મુખ્ય સુત્રધાર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આરોપીઓ દ્વારા દાહોદ ,પંચમહાલ , રાજસ્થાનમાં જે મહિલાઓ પાસેથી એજન્ટો મારફતે રૂપીયા ઉઘરાવ્યાં હતાં. ત્યાં પણ લોકલ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવાની શરૂ કરાઈ છે. જ્યારે હાલ 45 કરોડનો ચીંટીંગનો આંકડો 100 કરોડ સુધી પહોચે તેવી સંભાવના પોલીસ લગાવી રહી છે.

આરોપીઓ પાસેથી મળી આવેલી રિવોલ્વર ક્યાં ઉપયોગ કરાઈ તપાસ શરૂ
પીસીબીએ આરોપીઓની ગાડીમાંથી લાયસન્સ વગરની રિવોલ્વર કબજે કરી હતી. લાઈસન્સ વગરની રિવોલ્વર રાજસ્થાનના મેળા નામના વ્યક્તિ પાસેથી લીધી હતી. આ આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે.જ્યારે આ રિવોલ્વરનો ઉપયોગ આરોપીઓએ ક્યાં કરેલો છે. તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.જ્યારે રાજસ્થાનના આરોપીએ આ રિવોલ્વર ક્યાંથી અને કોણી પાસેથી ખરીદી હતી અને તે અગાઉ કોણે હથિયારો સપ્લાય કરી ચુક્યો છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો