તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Number Of Animals In Jambughoda And Ratanmahal Sanctuaries Increased During The Corona Period, The Number Of Zebras Increased From 87 To 123.

વન્ય પ્રાણી ગણતરી:જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્યોમાં કોરોનાકાળમાં પ્રાણીઓની સંખ્યામાં વધારો, ઝરખની સંખ્યા 87થી વધીને 123 થઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટ્રાઇપડ હાયના એટલે કે પટ્ટા વાળા ઝરખ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સ્ટ્રાઇપડ હાયના એટલે કે પટ્ટા વાળા ઝરખ(ફાઇલ તસવીર)
  • શિયાળ, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા, નિલગાય જેવા વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો
  • 2020ના લોકડાઉન અને હાલના આંશિક લોકડાઉનમાં અભ્યારણોમાં માનવ અવર-જવર ઘટતા ફાયદો થયો

વડોદરા વન્ય જીવ વર્તુળ હેઠળના જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્યોની ત્રણ રેન્જમાં કોરોના કાળમા ઝરખ, શિયાળ, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા, નિલગાય જેવા વન્ય પ્રાણીઓની સંખ્યામાં થયેલી વન્ય પ્રાણી ગણનામાં વધારો થયેલો જણાયો છે. તેમાં પણ સ્ટ્રાઇપડ હાયના એટલે કે પટ્ટા વાળા ઝરખની સંખ્યામાં સતત બીજા વર્ષે સારો એવો વધારો નોંધાયો એ ખૂબ આશાસ્પદ ઘટના ગણાય, કારણ કે, આ વન્ય જીવ છેલ્લાં ઘણાં સમયથી જોખમ હેઠળની શ્રેણીમાં આવી ગયું છે.

શિકારની પ્રવૃત્તિ અટકાવવા લેવાયેલા પગલાંની સારી અસર પડી
જ્યારે જંગલમાં માનવની દખલ ઘટે, ત્યારે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને સારો ફાયદો થાય એવી સૂચક ટકોર કરતાં નાયબ વન સંરક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 2019ની વન્ય પ્રાણી ગણતરીમાં 77 ઝરખ આ વિસ્તારમાં જણાયા હતા, જે 20માં વધીને 87 અને 2021માં 123 થયા છે. આ એક ખૂબ આશાસ્પદ વધારો છે. 2020ના લોકડાઉન અને હાલના આંશિક લોકડાઉનમાં માનવ અવર-જવર ઘટતા આ ફાયદો થયો છે. આ ઉપરાંત શિકારની પ્રવૃત્તિ અટકાવવા લેવામાં આવેલા પગલાંની પણ સારી અસર પડી છે, જોકે દીપડા અને રીંછની સંખ્યામાં નોંધપાત્ર વધઘટ જણાઇ નથી.

દીપડા અને રીંછની સંખ્યામાં નોંધપાત્ર વધઘટ જણાઇ નથી
દીપડા અને રીંછની સંખ્યામાં નોંધપાત્ર વધઘટ જણાઇ નથી

વન વિસ્તારોમાં ઝરખને સ્થાનિક લોકો જુદા-જુદા નામે ઓળખે છે
વન્ય પ્રાણી વિભાગો દ્વારા તેમની ફરજના ભાગરૂપે અને વન્ય પ્રાણીઓની વધુ બહેતર સારસંભાળનું આયોજન કરી શકાય તે માટે દર વર્ષે રક્ષિત અભ્યારણ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે, જ્યારે રાજ્યના ચીફ વાઈલ્ડ લાઇફ વોર્ડન દ્વારા દર ત્રણ વર્ષે રાજ્યના સમગ્ર વન વિસ્તારમાં વાઈલ્ડ લાઇફ સેન્સસ હાથ ધરવામાં આવે છે. દીપડા અને ઝરખ વચ્ચે જો લડાઇ થાય તો વધુ આક્રમકતા અને વધુ મજબૂત જડબા ધરાવતા ઝરખ સામે દીપડાએ ભાગવું પડે એવી રસપ્રદ જાણકારી આપતાં બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યો અને વન વિસ્તારોમાં ઝરખને સ્થાનિક લોકો જુદા-જુદા નામે ઓળખે છે.

ઝરખ પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા શિકારના મૃત મડદા ખાય છે
એના પાછળના પગ રાંટા પડતાં હોવાથી એની ચાલ વિચિત્ર દેખાય છે, પરંતુ, આ પ્રાણી ખૂબ તીવ્ર ગતિથી દોડી શકે છે. તેના મજબૂત જડબાથી તે ગમે તેવા જાડા અને મજબૂત હાડકાને ચાવી શકે છે. ઝરખ ક્યારેક જાતે શિકાર કરે છે, પરંતુ, તે બહુધા અન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા શિકારના મૃત મડદા ખાય છે. ગામ લોકો પાલતુ કે કૂતરા, બિલાડા જેવા પ્રાણીઓના મૃત શરીર ગામની ભાગોળે નાખતા હોવાથી ગામ નજીકના વિસ્તારોમાં તેની અવર-જવર જોવા મળે છે. 2021ની વન્ય પ્રાણી ગણતરીમાં ઉપરોક્ત વિસ્તારોમાં ચોશિંગા અને સસલાની વસ્તી પણ વધેલી જણાઈ છે.

શિયાળ, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા, નિલગાય જેવા વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો
શિયાળ, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા, નિલગાય જેવા વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો

ઝરખ માનવ દખલથી ખૂબ ગભરાય છે
ઝરખ શરમાળ પ્રાણી છે. એ માનવ દખલથી ખૂબ ગભરાય છે. તેને જંગલ વચ્ચેથી અવર-જવર કરતા વાહનોના ઘોંઘાટ અને હેડ લાઈટના પ્રકાશના શેરડાથી પણ ત્રાસ અનુભવાય છે. મહામારી અને લોકડાઉનથી આ તમામ વિપરીત પરિબળોની અસર ઘટતા નિર્દોષ વન્ય જીવોને થયેલો સકારાત્મક ફાયદો એક નોંધ લેવા જેવી ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...