તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નામચીન બૂટલેગરને પાસા હેઠળ લાજપોર જેલમાં ધકેલી દેવાયો

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પશ્ચિમ રેલવે એલસીબી પોલીસે નામચીન બુટલેગર અમદાવાદના હિતેન ગાંધી ને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદની ધનાસુથારની પોળ કાલપુરમાં રહેતા હિતેન ગાંધી સામે વડોદરા , વાપીના ચીખલી અને વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુના નોંધાયા હતા

પશ્ચીમ રેલવે એલસીબી પીઆઇ ઉત્સવ બારોટે બુટલેગર હિતેન ગાંધી સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર વડોદરા ને મોકલી આપતા તેમણે હિતેન ગાંધીને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો જેના પગલે હિતેન ગાંધીની અટકાયત કરી તેને સુરત જેલમાં મોકલી દેવાયો હતો. હિતેન ગાંધી ને 2017માં પણ ચીખલી પોલીસે પાસા હેઠળ ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો