કામમાં કચાશ નહીં રખાય:ગાજરાવાડીમાં ઘર્ષણ બાદ બીજા દિવસે ઢોર પાર્ટીનો અડિંગો,વધુ 4 ઢોર પકડ્યાં

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપી હોદ્દેદારની દાદાગીરી સામે પાલિકા તંત્ર અડગ

વાડીમાં ઢોર પાર્ટી સાથે ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને તેમના ભાઈએ કરેલા બેહુદા વર્તન બાદ મેયરે કામ ચાલુ રાખવાની આપેલી સૂચનાને પગલે બીજા દિવસે ગાજરાવાડી સહિતના પૂર્વ વિસ્તારમાં ફોકસ કરી 4 ઢોર પકડાયાં હતાં.ગાજરાવાડીમાં ઢોર પકડવાની કામગીરી વેળા બુધવારે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજુ રબારી અને તેના ભાઈ હરીશ રબારીએ ગોપાલકોની તરફેણ કરતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

રાજુ રબારી, હરીશ રબારી અને તેના સમર્થકોએ ઢોર પાર્ટીને તેમના વિસ્તારમાં ગુરુવારથી દેખાતા નહીં તેવી ખુલ્લી ધમકી આપી હતી. જોકે તેની જાણ કરાતાં મેયર કેયુર રોકડિયાએ ઢોર પાર્ટીના અધિકારીઓને બીજા દિવસે ત્યાં જવાની ટકોર કરી ઢોર પકડવામાં કચાશ ન રાખવા સૂચના આપી હતી. જેથી ઢોર પાર્ટીએ ગુરુવારે ગાજરાવાડી, વાડી-પાણીગેટ રોડ, વાઘોડિયા રોડ કલાદર્શન વિસ્તારમાં મોડી રાત સુધી અડીંગો જમાવી ગાજરાવાડી તેમજ પાણીગેટ સુધીના ભાગમાંથી 4 ઢોર પકડ્યાં હતાં. જ્યારે બુધવારે પકડેલાં એકેય ઢોર છોડ્યાં નહોતાં.

બીજી તરફ ઢોર પકડતી વેળા એસઆરપી બંદોબસ્ત અંગે ઠરાવ કર્યા બાદ પણ અમલ થયો નથી. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સભામાં ટકોર કરી કે, ભાજપના હોદ્દેદાર સામે પોલીસ ફરિયાદ કરાઈ નથી. આ સંજોગોમાં અન્ય લોકોનાં ઢોર પકડવાનું બંધ થવું જોઈએ અને તેમના પર પણ કેસ કરવાનું બંધ થવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...