રસીકરણ:બીજા દિવસે 7836 લોકોને રસીનો બુસ્ટર ડોઝ મૂકાયો, કિશોરોમાં નિરાશાજનક રસીકરણ, માત્ર 312ને રસી અપાઈ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પ્રિકોશનરી ડોઝના રસીકરણ શરૂ થયાના બીજા દિવસે મંગળવારે પણ બુસ્ટર ડોઝ માટે નાગરિકોનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો. સિનિયર સિટિઝન દ્વારા સવારથી જ પોતાનો ત્રીજો ડોઝ લેવા માટે લાઈન લગાવવામાં આવી હતી.મંગળવારે શહેરમાં કુલ 7836 લોકોએ રસી મુકાવી હતી.બુસ્ટર ડોઝ માટે વહેલી સવારથી જ વૃદ્ધો રસીકરણ સેન્ટર પર આવી જાય છે.

કડકડતી ઠંડીમાં કુણા તડકાના સહારે સેન્ટર ખોલવાની રાહ જોતા અંદાજે એક થી દોઢ કલાક જેટલો સમય ઊભા રહેવાનો વખત આવે તો પણ ઊભા રહે છે. શહેરમાં મંગળવારે 60 વર્ષથી ઉપરના 3520 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાયો છે જ્યારે હેલ્થ વર્કરમાં 2228 લોકોએ તેમજ ફ્રન્ટલાઈન વર્કરમાં 431 લોકોએ બુસ્ટર ડોઝ દીધો છે. નિરાશાજનક રસીકરણ કિશોર વયના બાળકોમાં જણાઈ રહ્યું છે માત્ર 312 બાળકોને રસી આપવામાં આવી છે.

કોવિન પોર્ટલમાં મોબાઇલ નંબર નાખતાં ત્રીજા ડોઝની તારીખ અને નજીકનું સેન્ટર બતાવશે
ત્રીજા ડોઝ માટેની તારીખ જાણવા માટે રસીકરણના કોવિન પોર્ટલમાં અગાઉના રસીકરણ વખતે રજિસ્ટર્ડ કરેલો નંબર નાખતા જ ત્રીજા ડોઝ માટેની તારીખ તેમજ નજીકના અર્બન હેલ્થ સેન્ટરની વિગતો જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...