તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Newly appointed Mayor Of Vadodara Said That Every Household Will Be Provided With Clean And Adequate Water, Bringing The City To The Forefront In All round Development.

હૈયાધારણા:વડોદરાના નવનિયુક્ત મેયરે કહ્યું, દરેક ઘરને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી અપાશે, સર્વાંગી વિકાસમાં પ્રથમ ક્રમે શહેરને લાવવાની પ્રાથમિકતા

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વનિયુક્ત મેયર કેયુર રોકડીયાએ કોર્પોરેશનમાં જઇ પોતાનો પદભાર સંભાળી વિકાસના કામોને વેગ આપવાનું વચન આપ્યું હતું. - Divya Bhaskar
વનિયુક્ત મેયર કેયુર રોકડીયાએ કોર્પોરેશનમાં જઇ પોતાનો પદભાર સંભાળી વિકાસના કામોને વેગ આપવાનું વચન આપ્યું હતું.
  • બ્રિજ, રમત-ગમતના મેદાનો, સારા રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ જેવી સુવિધાઓ અપાવવા પ્રયાસ કરાશે

છેલ્લા 25 વર્ષથી વડોદરા મહાનગર સેવા સદનમાં સત્તા ભોગવી રહેલ ભાજપા વડોદરાના લોકોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં યોગ્ય પ્રેશરથી પાણી આપવામાં નિષ્ફળ પૂરવાર થયું છું. ત્યારે આજે વડોદરા મહાનગર સેવા સદનના નવ નિયુક્ત મેયર કેયુર રોકડીયાએ પુનઃ એકવાર વડોદરા શહેરને રાજ્ય સરકારની "ઘર ઘર નલ... નલ સે જલ" યોજના દ્વારા શુદ્ધ પાણી આપવાની વડોદરાને ખાતરી આપી છે. તે સાથે તેઓએ 8માં નંબર ઉપર ધકેલાઇ ગયેલા વડોદરા શહેરને 1થી 5 રેન્કમાં લઇ આવવા નગરજનોને હૈયાધારણ આપી છે.

મેયરે પોતાની પ્રાથમિકતા જણાવી
સામાન્ય સભા પૂરી થયા બાદ વડોદરાના નવનિયુક્ત મેયર કેયુર રોકડીયાએ કોર્પોરેશનમાં જઇ પોતાનો પદભાર સંભાળી લીધો હતો. મેયર પદ સંભાળ્યા બાદ દિવ્યભાસ્કર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય તેવું મારો ધ્યેય છે. જેમાં પ્રથમ વડોદરાના લોકોને રાજ્ય સરકારની "ઘર ઘર નલ નલ સે જલ" યોજના દ્વારા શુધ્ધ પાણી આપવાનું છે. નોંધનીય છે કે, પંદર વર્ષ પૂર્વે સત્તાધારી ભાજપા શાસકો દ્વારા વડોદરાના લોકોને 24 બાય 7 પાણી આપવાની યોજના બનાવી હતી. જે યોજના પાછળ રૂપિયા 40 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ યોજના નિષ્ફળ ગઇ છે.

વડોદરાના વિકાસનો ધ્યેય
રાજ્ય સરકારની "ઘર ઘર નલ... નલ સે જલ" યોજના સફળ થાય તેવા દૂર દૂર સુધી કોઇ એંધાણ જણાતા નથી. ત્યારે નવ નિયુક્ત મેયરે રાજ્ય સરકારની આ યોજના હેઠળ વડોદરાના લોકોને શુધ્ધ પાણી આપવાની ખાતરી આપી છે. વડોદરાના લોકોને અઢી વર્ષના શાસન કાળ દરમિયાન કોઇ નજરાણું આપવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા મેયરે જણાવ્યું કે, આજે મારો પ્રથમ દિવસ છે. હજુ સુધી એવો કોઇ વિચાર કર્યો નથી. પરંતુ, મારું વડોદરા સ્વચ્છ વડોદરા, મારું વડોદરા સ્વસ્થ વડોદરા, મારું વડોદરા પાણીદાર વડોદરા, મારું વડોદરા ગ્રીન વડોદરા અને મારું વડોદરા સુંદર વડોદરા બનાવવાનું મારો મુખ્ય ધ્યેય છે.

શહેરનો રેન્ક સુધારવા પ્રયાસ થશે
તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા હાલ સર્વાંગી વિકાસમાં 1થી 10 રેન્કમાં છે. મારું લક્ષ્ય વડોદરા શહેરને 1થી 5 રેન્કમાં લાવવાનું છે. મારા અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન વડોદરાના લોકોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળી રહે., તે સાથે બ્રિજ, રમત-ગમતના મેદાનો, સારા રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ જેવી સુવિધાઓ મળી રહે તેવો મારો પ્રયાસ રહેશે. ઉલ્લેખનિય છે કે, વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણી બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેન કોણ બનશે. તેવી ચાલતી અટકળોનો આજે અંત આવ્યો હતો.

વોર્ડ નંબર 8ના પદાધિકારી વધુ
વડોદરા મહાનગર સેવા સદનમાં વોર્ડ નંબર-8માંથી કેયુર રોકડીયા નામના વધુ એક મેયર મળ્યા છે. નોંધનીય બાબત એ છે કે, અત્યારસુધીમાં વોર્ડ નંબર-8માંથી દલસુખભાઇ પ્રજાપતિ, ભારતીબહેન વ્યાસ, જશપાલસિંઘ, ડો. જીગીશાબહેન શેઠ અને આજે કેયુર રોકડીયા મળી પાંચ મેયર, ચાર ડેપ્યુટી મેયરમાં અજીત પટેલ, ભુપેન્દ્ર પટેલ અને શ્રીમતી શીંખડે મળ્યા છે. અને અજીત પટેલ, દિનેશ ચોક્સી તેમજ ડો. જીગીશાબહેન શેઠ સહિત ત્રણ સ્થાયિ સમિતીના ચેરમેન બન્યા છે. આમ વોર્ડ નંબર-8નો કોર્પોરેશનના ઉચ્ચ હોદ્દા ઉપર દબદબો રહેવા છતાં, વોર્ડ નંબર-8માં સમાવિષ્ઠ વિસ્તારો વિકાસથી વંચિત રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર-8માંથી ચૂંટાઇ આવેલા અને મેયર બનેલા કેયુર રોકડીયા વોર્ડ નંબર-8નો સર્વાંગી વિકાસ કરે તેવી આશા વોર્ડના લોકો રાખી રહ્યા છે.