ગૃહમંત્રીનું સંબોધન:નવી શિક્ષણ નીતિ સયાજીરાવ, સરદાર, ગાંધીજીના વિચારો મુજબની બનાવાઈ

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ.એસ.યુનિવર્સિટીના 71મા દીક્ષાંતમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધન
  • અમિત શાહે સયાજીરાવ ઉપરનું પુસ્તક વાંચવા કહ્યું

એમ.એસ.યુનિવર્સિટીના દિક્ષાંતમાં ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું કે, નવી શિક્ષણ નિતિ સયાજીરાવ ગાયકવાડ, સરદાર, આંબેડકર, ગાંધીજી, અરવિંદોના જે પ્રકારના શિક્ષણના હિમાયતી હતા તે પ્રમાણે બનાવી છે. આજે તમારી શિક્ષાનો છેલ્લો દિવસ છે હવે તમારે સમાજજીવન માટે પણ યોગદાન આપવાનું છે.

તમારા વિકાસ સાથે દેશના વિકાસની ભાવના સાથે આગળ વધો. જયારે દેશ ગુલામીમાં હતો ત્યારે સયાજીરાવની નિશ્રામાં વડોદરાના લોકોને ગુલામીનો અનુભવ સયાજીરાવે થવા દીધો નથી. મહારાજા સયાજીરાવના સમયે શિક્ષણનો પાયો નખાયો હતો. દરેક ગામમાં લાઇબ્રેરી હતી. શિક્ષમ પણ ફરજયાત હતું. વિદ્યાર્થીઓને તેમણે સયાજીરાવ પરનું માઇનોર હિન્ટ પુસ્તક વાંચવા કહ્યું હતું. 2016માં 724 સ્ટાર્ટઅપ હતા જે 2022માં 17 હજાર છે. 45 ટકા સ્ટાર્ટઅપ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...