તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાના નવા બોર્ડની રચના:12 પૈકી 11 સભા ઓનલાઇન મળતાં નવા બોર્ડને સભાગૃહમાં બેસવાની તક ન મળી

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી બાદ નવા બોર્ડની 10 માર્ચેે મળેલી પ્રથમ સભામાં મેયર સહિતના પદાધિકારીઓ નિમાયા હતા
  • અનેક નવા અને જૂના કોર્પોરેટરો માત્ર નામજોગ જ એકબીજાને ઓળખે તેવી સ્થિતિ

પાલિકાના નવા બોર્ડની રચના થયે અઢી મહિના થયા છે અને મેયરની નિમણૂક બાદ 12 સભા મળી છે. જોકે તે પૈકી 11 સભા તો ઓનલાઈન જ થઈ શકી છે. પાલિકાની 76 બેઠકનું પરિણામ જાહેર થયા બાદ નવા બોર્ડની પ્રથમ સભા 10 માર્ચ, 2021ના રોજ બોલાવવામાં આવી હતી, જ્યારે અંતિમ તબક્કામાં તમામ સભા ઓનલાઈન થઈ હતી. જેના કારણે સભાગૃહમાં બેસવાનો સભ્યોને મોકો મળ્યો ન હતો.

પાલિકાના ગત બોર્ડ ટાણે કોરોનાનો કહેર શરૂ થતાં પાલિકાના ગત બોર્ડની અંતિમ સભાગૃહની બેઠક 17 માર્ચ, 2020ના રોજ મળી હતી અને ત્યારબાદ સભા ટાઉનહોલમાં બોલાવવાની શરૂઆત કરાઈ હતી. જ્યારે અંતિમ તબક્કામાં તમામ સભા ઓનલાઈન થઈ હતી.

પાલિકાની 76 બેઠકનું પરિણામ જાહેર થયા બાદ નવા બોર્ડની પ્રથમ સભા 10 માર્ચ, 2021ના રોજ બોલાવાઈ હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, શાસક પાંખના નેતા અને સ્થાયી સમિતિના 6 સભ્યોની નિમણૂક કરાઈ હતી. 30 માર્ચથી મેયરના અધ્યક્ષપદે સભાનો સિલસિલો શરૂ થયો હતો અને 20 મે સુધી બીજી 11 સભા મળી હતી અને 3 સભામાં શોકદર્શક ઠરાવ પણ કરવામાં આવ્યા હતા.ઓનલાઇન સભા મળવાના કારણે કેટલાય નવા ચહેરા જૂના કોર્પોરેટરોને માત્ર નામજોગ ઓળખે છે તો જૂના કોર્પોરેટરો માટે પણ આવી જ સ્થિતિ છે.

નવા બોર્ડને પાલિકાના સભાગૃહમાં બેસીને ચર્ચા કરવાનો મોકો મળ્યો નથી અને હજુ ક્યારે મળશે તે અંગે તંત્ર પણ અવઢવમાં છે.વૉર્ડ. 17 કોર્પોરેટર ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ શૈલેશ પાટીલે જણાવ્યું હતું કે, પાલિકાની સામાન્ય સભા હવે સભાગૃહમાં થવી જોઇએ એવું હું માનું છું.વૉર્ડ 14 કોર્પોરેટર પાણી પુરવઠા સમિતિના ઉપાધ્યક્ષ સચિન પાટડિયાએ જણાવ્યું હતું કે, ઓફલાઈન સભા માં ઘણી વખત સામસામે ચર્ચા અને મૂળ રજૂઆત સાંભળવા મળતી ન હતી, હાલમાં જે ઓનલાઇન સભામાં મૂળ રજૂઆત સાંભળવામાં આવે છે

બીજાં શહેરોની સ્થિતિ જોયા બાદ સભાનો નિર્ણય લેવાશે
કોરોનાનો કહેર ઓછો થયો છે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને સભાનું સંચાલન કરવાનું હોવાથી અન્ય શહેરોની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ વડોદરામાં પાલિકાની સામાન્ય સભા કેવી રીતે કરવી તેનો નિર્ણય લેવામાં આવશે. > કેયૂર રોકડીયા, મેયર

ઓફલાઇન સભામાં દરખાસ્ત પર યોગ્ય રીતે ચર્ચા થઈ શકે
ઓનલાઇન સભામાં જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે અચાનક જ અવાજ મ્યૂટ કરી દેવાય છે જેથી કોણ-શું બોલે છે તેનો પણ ખ્યાલ આવતો નથી. ઓફલાઇન સભામાં દરખાસ્ત પર યોગ્ય ચર્ચા થઇ શકે. > ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), પૂર્વ વિપક્ષી નેતા

10 માર્ચથી 20 મે સુધીમાં ક્યારે-ક્યારે સભા મળી?

તારીખસભાનું સ્થળનોંધ
10 માર્ચગાંધી નગરગૃહમેયરની વરણી
30 માર્ચઓનલાઇનશોકદર્શક ઠરાવ
30 માર્ચઓનલાઇનબજેટ રજૂ
30 માર્ચઓનલાઇનબજેટ ચર્ચા
31 માર્ચઓનલાઇનબજેટ ચર્ચા
31 માર્ચઓનલાઇનબજેટ ઠરાવ
20 એપ્રિલઓનલાઇનશોકદર્શક ઠરાવ
23 એપ્રિલઓનલાઇનચર્ચા
27 એપ્રિલઓનલાઇનએજન્ડા
18 મેઓનલાઈનશોકદર્શક ઠરાવ
19 મેઓનલાઇનચર્ચા
20 મેઓનલાઇનએજન્ડા
અન્ય સમાચારો પણ છે...