વડોદરા મહાનગર પાલિકા અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં હંગામી ફરજ બજાવતી મહિલાએ સહકર્મી જૂનિયર ક્લાર્કને લગ્ન માટે ઉછીના રૂપિયા 3.80 લાખ આપ્યા હતાં.જે પૈકી રૂપિયા 3.20 લાખની રકમ માટેના આપેલા ચેક રિટર્ન થતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પરત ખેંચી લેવા જૂનિયર ક્લાર્કના ભત્રીજાએ મહિલાને બિભત્સ મેસેજ મોકલી ધમકી આપી હોવાનો બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો છે.
ચેક રિર્ટન થયા હતા
મૂળ આણંદના રહેવાસી અને હાલમાં વડોદરા રહેતા સ્નેહાબેન બારોટ વડોદરા મહાનગર પાલિકાના અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં હંગામી કર્મી તરીકે ફરજ બજાવે છે. તેઓએ વર્ષ 2020 દરમિયાન સહકર્મી વિપુલભાઈ વાળા જેઓ પાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમને લગ્ન સમયે પૈસાની જરૂરિયાત હોય રૂપિયા 3.80 લાખ ઉછીના આપ્યા હતા. જે પૈકી રૂપિયા 60 હજારની રકમ તેમણે પરત ચૂકવી હતી. જ્યારે બાકીની રકમ અંગે આપેલા ચેક રિટર્ન થતાં સ્નેહાબેને 138 મુજબની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
સમન્સ મળતાં બિભત્સ મેસેજ કર્યા
ફરિયાદ અંગેનો સમન્સ વિપુલને મળતા કેસ પાછો ખેંચી લેવા વિપુલના કાકાના દીકરા ભાર્ગવે મહિલાને બીભત્સ મેસેજ મોકલી ધમકી આપી હતી.આ અંગે ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ભાર્ગવ વિનોદભાઈ વાળા ( રહે -જોગલેકરનો ખાંચો, રાજમહેલ રોડ, વડોદરા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.