તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પોર્ટસ:હોકી સ્પર્ધામાં ટુર્નામેન્ટની વિવિધ ટીમોનાં નામ ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ પર રખાયાં

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલી સ્પર્ધામાં મેજર ધ્યાનચંદ ઇલેવનનો વિજય

નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે વીએમસી સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન અને હોકી બરોડા દ્વારા મેજર ધ્યાનચંદ જુ. હોકી ટુર્નામેન્ટ (મિક્ષ ટીમ- બોયઝ એન્ડ ગર્લ્સ) માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી.જેમાં મેજર ધ્યાનચંદ ઇલેવન ટીમે મનપ્રીત સિંઘ ઇલેવનને 4-1થી પરાજય આપ્યા હતો.

સ્પર્ધામાં બધી જ ટીમોનાં નામ ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓના નામ પરથી રખાયા હતા. જેમાં ટીમોના નામ નીરજ ચોપરા ઇલેવન, રવિકુમાર દહીયા ઇલેવન, મીરાંબાઈ ચાનું ઇલેવન, પી.વી.સિંધુ ઇલેવન, લોવલિના બોરગોહેઇન ઇલેવન, બજરંગ પુનિયા ઇલેવન, મનપ્રિત સિંંઘ ઇલેવન, રાની રામપાલ ઇલેવન અને મેજર ધ્યાનચંદ ઇલેવન રાખવામાં આવ્યું હતું.

સ્પર્ધાના સમાપન સમારોહમાં વીએમસી સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનના ચીફ એકિઝકયુટિવ ઓફિસર રોહન ભણગેએ સમારોહમાં હાજર શહેર ભાજપા પ્રમુખ ડો.વિજય શાહ અને સ્થાનિક કોર્પોરેટરોનો આભાર વ્યકત કર્યો હતો. સ્પર્ધાના આયોજનમાં હોકી ગુજરાતના પ્રમુખ રાજેશ શેલાર અને સીઈઆઓ રોહન ભણગેએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...