તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા પાસે કરાતા દારૂના કટિંગમાં માંજલપુર પોલીસની ભેદી ભૂમિકા

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગર હરીશ બ્રહ્મક્ષત્રીય સહિત 4 જણાની શોધખોળ શરૂ
  • સ્થાનિક પોલીસની બેદરકારીને લીધે તપાસ મકરપુરા પોલીસને સોંપાઇ

માંજલપુર કલ્યાણ બાગ મેદાન પાસે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા અંબિકા ભવનની પાછળ આવેલી સરકારી જમીનમાં રાતના અંધારામાં દારૂનું કટીંગ કરી રહેલા ત્રણને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1.24 લાખનો દારૂ તથા વાહનો મળી 6.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારુનો આ જથ્થો બુટલેગર હરીશ બ્રહ્મક્ષત્રીયનો હોવાનું બહાર આવતાં પોલીસે હરીશ સહિત 4ની શોધખોળ શરુ કરી હતી. બીજી તરફ આ બનાવમાં માંજલપુર પોલીસની શંકાસ્પદ ભુમિકા હોવાની ચર્ચા શરુ થતાં મામલાની તપાસ મકરપુરા પોલીસને સોંપવામાં આવી હતી.

પીસીબીની ટીમે બાતમીના આધારે માંજલપુર કલ્યાણબાગ ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલ અંબિકા ભુવનના પાછળના ભાગે આવેલી સરકારી જમીનમાં દરોડો પાડી દારૂનું કટીંગ કરી રહેલા પીન્ટુ ભેરૂલાલ આહીર,સતીષ અમરભાઇ ચૌહાણ અને કરણસિંહ ગોવિંદભાઇ રાઠવાને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 1,24,800 ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, 3 કાર, 1 ટુ વ્હિલર, હેલ્મેટ અને રોકડ 700 રુપીયા મળી 6,94,500 રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારુનો જથ્થો બુટલેગર હરીશ બ્રહ્મક્ષત્રીયનો હોવાનું બહાર આવતાં પોલીસે હરીશ ઉર્ફ હરેશ ઉર્ફ હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય, વિજય રાણા અને તેમજ ટેમ્પો ચાલક અને હોન્ડાની મોટર સાઇકલના માલિકને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી હતી.

બીજી તરફ બિન્ધાસ્તપણે ચાલી રહેલા દારુના કટીંગમાં માંજલપુર પોલીસની મિલીભગત હોવાનું શહેરભરમાં ચર્ચાઇ રહ્યું છે અને તેથી જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને મામલાની તપાસ મકરપુરા પોલીસને સોંપાઇ હતી. પોલીસે દારુ સાથે પકડાયેલા 3 જણાને અદાલતમાં રજુ કરી જેલમાં ધકેલી દીધા હતા અને હરીશ બ્રહ્મક્ષત્રીય સહિત 3 જણાની શોધખોળ આદરી હતી.હરીશના સંભવિત આશ્રય સ્થાનો પર પણ પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.

માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે પગલાં ભરાય તેવી પ્રબળ સંભાવના
પોલીસ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલાની પાછળ કેટલા સમય થી દારૂનું કટીંગ કરવામાં આવતું હતું.તેની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત જેલમાં ધકેલાયેલા ત્રણેય આરોપીઓ કેટલા સમયથી દારૂના ગોરખધંધામાં સંળોવાયેલા હતા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે આ ઘટનામાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.પરંતું કોર્ટે રિમાન્ડને મંજુર ન કરીને તેમને જેલમાં ધકેલાયા હતાં. ઉલ્લેખનિય છે કે, માંજલપુરમાં પ્રમુખ બંગલાની પાછળ આટલી મોટી માત્રામાં દારૂનું કટીંગ ચાલતું હોય અને માંજલપુર પોલીસને આ અંગે જાણ ન હોય તેવી વાત પોલીસ અધિકારીઓના ગળે પણ ઉતરતી નથી.ત્યારે ટુંક સમયમાં જ માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે પગલા ભરાય તેવી પણ સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...