રમત ગમત:મુશ્તાક અલી ટ્રોફી સ્પર્ધામાં આજે એલેમ્બિક-2 પર બે મુકાબલા થશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે પ્રથમ મેચ રાજસ્થાન અને ઝારખંડની ટીમ વચ્ચે રમાશે

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 સ્પર્ધામાં ગુરૂવારે એલેમ્બીક-2 મેદાન પર બે મુકાબલા થશે.જેમાં પ્રથમ મેચ રાજસ્થાન-ઝારખંડ ટીમો વચ્ચે રમાશે. વડોદરા આવેલી છ રાજયોની ટીમ કવોરન્ટાઈન હતી પાંચ દિવસના કવોરન્ટાઈન બાદ છ રાજયોની ટીમોએ વિવિધ મેદાન પર નેટ પ્રેકટીસ કરી હતી. મુશ્તાક અલી ટ્રોફી રમવા માટે ઝારખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને આંધ્રપ્રદેશની ટીમો વડોદરા આવી છે. દરેક ટીમો છેલ્લા પાંચ દિવસથી શહેરની વિવિધ હોટલોમાં કવોરન્ટાઈન હતી.

કવોરન્ટાઈન પીરીયડ પુરો થતાં ટીમોએ પ્રેકટીસનો આરંભ કર્યો હતો.ત્રીજી નવેમ્બરે પણ છ રાજયોની ટીમો દ્વારા પ્રેકટીસ કરવામાં આવી હતી. એમ બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું. 4થી નવેમ્બરના રોજ સ્પર્ધાની બે મેચો રમાશે. જેમાં એલેમ્બીક-2 પર પ્રથમ મેચ સવારે 8-30 વાગે ઝારખંડ અને રાજસ્થાન ટીમ વચ્ચે રમાશે જયારે બીજી મેચ પણ એલેમ્બીક-2 પર જમ્મુ-કાશ્મીર અને આન્દ્ર પ્રદેશની ટીમો વચ્ચે બપોરે એક વાગે શરુ થશે.

સતત બે વિજય બાદ BCA મહિલા ટીમનો પરાજય થયો
નાગપુર ખાતે રમાઈ રહેલી બીસીસીઆઈ વિમેન્સ લીગ વન-ડે સ્પર્ધામાં ઉતર પ્રદેશ ટીમ સામે વડોદરાનો પરાજય થયો હતો.ઉતર પ્રદેશની મહિલા ટીમે આઠ વિકેટે 257 રન બનાવ્યા હતા જવાબમાં વડોદરાની મહિલા ટીમ 183 રનમાં ખખડી ગઇ હતી. ઉતર પ્રદેશ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી 8 વિકેટે 257 રન નોંધાવ્યા હતા જવાબમાં વડોદરાની સુરતી અને ઓપનર પલક પટેલે પ્રથમ વિકેટની ભાગીદારીમાં 105 રન ઉમેરી ટીમને મજબૂત શરૂઆત આપી હતી.

પરંતું સ્ટાર ખેલાડી યાસ્તિકા ભાટિયા, સુકાની અમૃતા જોસેફ સહિતની મિડલ ઓર્ડર બેટસવુમનો નિષ્ફળ જતાં ટીમ પરાજયના પંથે પહોંચી ગઈ હતી. એક તબક્કે વડોદરાનો સ્કોર પાંચ વિકેટે 160 રન થયા હતા પરંતુ અડધીટીમ છેલ્લા 14 રનમાં પડી ગઇ હતી.એક માત્ર પલક પટેલે શાનદાર 70 રન નોંધાવ્યા હતા,બી.ડી.સુરતીએ 47 રન નોંધાવ્યા હતા.ઉતરપ્રદેશ વતી સુકાની મુસ્કાન મલીકે 113 રન અને ક્ષીપ્રા ગીરીએ 71 રન નોંધાવ્યા હતા. જેને પગલે ટીમ વિજેતા બની હતી.

અન્ય સમાચારો પણ છે...