વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકાએ દબાણ શાખા અને કોમર્શિયલ વિભાગની 8 ટીમોએ કામગીરી હાથ ધરી છે. જેમાં 4 રસ્તા તેમજ રોડ રસ્તા પર લાગેલા બેનરો અને રોડ રસ્તાના માર્જિનમાં લારી ગલ્લાના દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.
વડોદરા મહાનગર પાલિકાએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન રોડ રસ્તા અને જંકશન પર લાગેલા બેનરો અને લાડી ગલ્લાના દૂર કરવાની કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. શહેરમાં સોમવારે દબાણ શાખા અને જમીન મિલકત શાખાની ટીમોએ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં શહેરના 4 ઝોનમાં રોડ રસ્તા પર લાગેલા બેનરો ને હટાવ્યા હતા. તદુપરાંત ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દૂર કરવા સૂચના આપી હતી.
દબાણ શાખાની ટીમને કેટલાક સ્થળોએ રોડ પર શેડ બાંધેલી હાલતમાં નજર પડ્યા હતા. જેને પણ હટાવી લેવા લારીગલ્લાધારકોને કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દબાણ શાખાની ટીમ કામગીરી કરી રહી છે પરંતુ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર દબાણ શાખાની 4 ટીમો અને જમીન અને મિલકત વિભાગની 4 ટીમો મળીને કુલ આઠ ટીમ વિવિધ વિસ્તારમાં રોજબરોજ દબાણે દૂર કરવાની કામગીરી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.