નિરવ કનોજિયા
27 જાન્યુઆરીએ મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિમાં વર્ષ 2022-23 રિવાઇઝ્ડ અને વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. ગત વર્ષની સરખામણીએ બજેટમાં રૂ. 700 કરોડના વધારા સાથે રૂ.4400 કરોડનું બજેટ સ્થાયીમાં મૂકાય તેવી શકયતા છે. આ વર્ષે પાલિકા નવો એન્વાયર્ન્મેન્ટ (ઇમ્પ્રુવમેન્ટ) ટેક્ષ લાગુ કરવા જઈ રહ્યું છે.
5 કરોડના વધારા સાથે બજેટ મંજુર થયું
ગત વર્ષે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થાયી સમક્ષ રૂ.3833.49 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં 5 કરોડના વધારા સાથે રૂ.3838નું બજેટ મંજુર થયું હતું. આ વર્ષના બજેટમાં આગામી વર્ષમાં વિકાસના કામો વધારવા અને ખર્ચ ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. જોકે આ વર્ષે પાલિકા વેરામાં અંદાજીત રૂ. 70 કરોડનો વધારો કરી શકે છે.
2022 સુધી ચૂંટણી-કોરોનાને કારણે વેરો વધાર્યો
જેમાં પ્રોપર્ટી ટેક્ષમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતો પર ટેક્ષ વધવાથી નાગરિકો પર બોજો વધશે. સાથે પાલિકા એન્વાયર્ન્મેન્ટ ટેક્ષ લાગુ કરશે. જેથી નાગરિકો પર બોજો વધશે. સુરતમાં પાલિકા 26થી 50 સ્કેવર મીટરની રહેણાંક મિકલતો પર રૂ. 25 અને કોમર્શિયલ પર રૂ. 40 ટેક્ષ વસુલે છે. 2018-19માં પાલિકાએ સફાઈ ચાર્જ વધાર્યો હતો. જ્યારે 2022 સુધી ચૂંટણી-કોરોનાને કારણે વેરો વધાર્યો નથી.
એક્સપર્ટ વ્યૂ - એન્વાયર્ન્મેન્ટ અથવા ઇમ્પ્રુવમેન્ટ ટેક્સय़ શું છે?
પોલિસી સ્ટ્રેટેજિસ્ટ ડો.જયેશ શાહ અનુસાર એન્વાયર્નમેન્ટ (ઇમ્પ્રુવમેન્ટ) ટેક્સ જમીન પર થતા પ્રદુષણને અટકાવવા, ભૂગર્ભ જળના સ્તર સુધારવા, હવાની ગુણવત્તા સુધારવા માટે પાલિકા આ ટેક્સ નાગરિકો પાસેથી વસૂલી શકે તેમ લાગી રહ્યું છે. પાલિકાએ આ ટેક્સ નાંખવાની જગ્યાએ પ્રદુષણ ફેલાવતા એકમો, સ્ત્રોત, મેન્યુફેક્ચરિંગ યુનિટો સામે કાર્યવાહી કરવી જોઇએ. જે પાણી બગાડે છે તેની પાસેથી પેનલ્ટી વસૂલવી જોઇએ.
સુરતમાં એન્વાયર્ન્મેન્ટ ટેક્સનો આવો સ્લેબ છે
વિસ્તાર (સ્કેવર મીટર) | રહેણાંક | કોમર્શિયલ |
26 to 50 | ~25 | ~40 |
51 to 100 | ~30 | ~50 |
101 to 200 | ~175 | ~350 |
201 to 400 | ~300 | ~600 |
401 to 500 | ~450 | ~900 |
501થી વધુ | ~625 | ~1250 |
પાણી અને સફાઈ કરમાં વધારો નહિ કરાય
4 વર્ષથી પાલિકાએ કોરોના કાળ અને ચૂંટણીને ધ્યાનમાં રાખી વેરો વધાર્યો ન હતો. પરંતુ આ વર્ષની રાહત બાદ પાલિકા વેરો વધારશે તે ચોક્કસ છે. આધારભૂત માહિતી મુજબ પ્રોપર્ટી ટેક્ષમાં વધારો થશે. પરંતુ પાણી અને સફાઈ ચાર્જમાં વધારો કરવામાં નહિ આવે.
ઈ-્વ્હીકલ, ચાર્જિંગ સ્ટેશન પર ભાર મુકાયો
સરકારની ઇ-વ્હીકલની પોલિસી અને આગ્રહને ધ્યાને રાખી શહેરમાં તેનો ઉપયોગ વધે તેવા પ્રયાસો થશે. બજેટમાં ઇ-વેહિકલ વધારવા અને ચાર્જિંગ સ્ટેશન વધારવા માટેની જોગવાઈ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.