નિર્ણય:પાલિકાએ 7 વૉર્ડ ઓફિસર સહિતનો સ્ટાફ મૂકવો પડશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ઇલેક્શન વૉર્ડ નં.1, 6, 9, 10, 13, 16 અને 19ને નવી વોર્ડ ઓફિસ મળશે

પાલિકાના ઇલેક્શન વૉર્ડ મુજબ વહીવટી વૉર્ડ કરવાની દિશામાં સાથ નવી વોર્ડ ઓફિસ ના દરવાજા ખુલશે અને તેમાં વોર્ડ નંબર 1,6,9,10,16 અને 19નો સમાવેશ થાય છે. 22 લાખની વસ્તી અને 212 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા વડોદરા શહેર માં પાલિકાના 12 વહીવટી વૉર્ડ અને 19 ઇલેક્શન વૉર્ડ છે.જેમાં પ્રથમ વખત ઇલેક્શન વૉર્ડ જેટલા વહીવટી વૉર્ડ બનાવવાનું નક્કી થયું છે અને તેના માટે તખ્તો તૈયાર છે.

આ સંજોગોમાં પાલિકામાં સાત નવા વૉર્ડ બનાવવામાં આવશે અને તેના કારણે વૉર્ડ વિભાજન થશે. હાલમાં એક વહીવટી વૉર્ડ માં વૉર્ડ ઓફિસર થી સફાઈ સેવકો સહિત 350થી 400નો સ્ટાફ ફરજ બજાવે છે પણ હવે નવા વિભાજન ના કારણે તેમાં ફેરબદલ નિશ્ચિત છે અને નવા સાત વૉર્ડ ઓફિસર મુકવા પડશે તે નક્કી છે.

એટલું જ નહીં, 19 ઇલેક્શન વૉર્ડ થવાથી દરેકની અલગ વૉર્ડ ઓફીસ થશે અને તેના કારણે નવી સાત જગા પર હાલના તબક્કે પસંદગી ઉતારવામાં આવી છે.જેમાં વૉર્ડ ન1 માટે છાણી ગ્રામ પંચાયતની જૂની ઓફીસ,વૉર્ડ 13 માટે સરદાર માર્કેટ(કેવડા બાગ), વૉર્ડ ન.6 માટે વારસિયા કોમ્યુનિટી હોલ, વોર્ડ ન.9 માટે ગોત્રી રળિયાતબા નગર, વૉર્ડ ન.10 માટે વાસણા ગામ, વૉર્ડ.ન.16 માટે ગાજરાવાડી ખાતેની જૂની વોર્ડ ન.3ની કચેરી અને વૉર્ડ ન.19 માટે તરસાલી શરદનગર અતિથિગૃહ પાસેની જગા વૉર્ડ ઓફીસ માટે રહેશે.એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...