તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાયી સમિતિમાં રજૂઆત:કારેલીબાગની જમીનના વળતર પેટે પાલિકાએ 4.91 કરોડ ચૂકવવા પડશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2087 ચો.મી. જમીન સંપાદનના વળતરનો વિવાદ થયો હતો
  • 1 ચો.ફૂટનો રૂા.2187 મુજબનો ભાવ નક્કી કરવામાં આવ્યો

અમદાવાદથી વડોદરામાં અમિત નગર રોડ થઈ શ્રીનાથ પેટ્રોલ પમ્પ સુધી સરળતાથી જઇ શકાય તે માટે 2087 ચોરસ મીટર જમીન સંપાદનના વળતરનો વિવાદ ઉકેલવા માટે રૂ.4.91 કરોડ ચૂકવવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપ ગબ્બર એપાર્ટમેન્ટ એક્સપ્રેસ હાઈવે તરફના રસ્તામાં આવતી જમીન વાટાઘાટોથી સંપાદન કરવા માટે વર્ષ 2007માં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં જમીન માલિકો જિનગર મ્યાનગર રસાણીયા પંચના પ્રમુખ- ટ્રસ્ટીઓ સાથે પાલિકાના તત્કાલિન સત્તાધીશો એક ચર્ચા કરી હતી, પરંતુ પ્રયત્ન નિષ્ફળ ગયા હતા જેના કારણે વર્ષ 2009માં આ જમીન સંપાદન કરવા માટે કલેકટર તરફથી દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ તેમાં સમય વધુ જતા કલેકટરે કેસ ડ્રોપ કર્યો હતો અને તેના કારણે ફરી એક વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા.

રસ્તો બનાવવા માટે કપાત થતી જમીનના ક્ષેત્રફળમાં વિસંગતતા હોવાથી 33 ચોમી અને 2054 ચોમી મળી કુલ 2087 ચોમી જમીન જમીન સંપાદન કરવા માટે દરખાસ્ત કલેકટરને પાલિકા તરફથી કરવામાં આવી હતી અને હાલમાં આ જમીનમાં રસ્તો બની ગયો છે તે ઉલ્લેખનીય છે. આ દરમિયાન જમીનમાલિકોએ વળતર લેવા સંમતિ બતાવતા રૂ.4.91 કરોડ ચૂકવવાની સત્તા મ્યુ.કમિશનરને આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી માં રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...