ગંદકી નિવારણમાં પાલિકા પરાવલંબી:શહેરમાં સફાઈ નહીં કરી શકતી પાલિકા વોર્ડ દીઠ રોજ 100 લોકોને ગંદકી બદલ દંડ કરશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ ઓફિસરોનો દાવો, 7 દિનમાં 40 સ્પોટ કચરામુક્ત, મ્યુ.કમિ.એ કહ્યું, વાત મનાય તેવી નથી

શહેરમાં સ્વચ્છતા યોગ્ય રીતે થાય તે જોવાની તેમજ કચરો ફેંકનારા પાસેથી દંડ લેવાની ટકોર મ્યુ. કમિશનરે અધિકારીઓને કરી હતી. સ્વચ્છતા ઝુંબેશની સમીક્ષા કરવામ્યુી. કમિશનર પી. સ્વરૂપે પાલિકાના અધિકારીઓ સાથે ઓનલાઇન મિટિંગ કરી હતી. જેમાં દરેક દુકાનમાં ડસ્ટબિનની વ્યવસ્થા છે કે કેમ, ઓપન સ્પોટની શું સ્થિતિ છે, તેવી બાબતોની ચર્ચા કરી હતી. ખાસ કરીને કોમર્શિયલ મિલકત એટલે કે દુકાનોમાંથી કચરો રોડ પર ન આવે તે માટે ડોર ટુ ડોરના ખાસ રૂટ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

શહેરમાં કચરો નાખનારા પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ત્યારે દરરોજ એક વોર્ડમાંથી ઓછામાં ઓછા 100 લોકો કે જેઓ કચરો રોડ પર નાખે છે તેઓને દંડ કરવાની ખાસ ટકોર કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન શહેરમાં જાહેરમાં કચરો હોય તેવા 1 હજારથી વધુ ઓપન સ્પોટ નાબૂદ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેમાં વૉર્ડ ઓફિસરોએ પોતાના વિસ્તારમાં છેલ્લા 7 દિવસમાં 40 ઓપન સ્પોટ નાબૂદ કર્યા હોવાનો દાવો કર્યો હતો.

જોકે મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે આ વાત માનવામાં આવે તેવી નથી તેવી ટકોર કરતાં જણાવ્યું હતું કે, શહેરમાં અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં લોકો જાહેરમાં કચરો નાખતા હોય છે અને તાત્કાલિક આવા ઓપન સ્પોટ હટાવવા મુશ્કેલ છે ત્યારે આવી કોઈ પણ કુટેવ હોય તો તેને દૂર કરતાં 35 થી 40 દિવસ તો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...