તંત્ર કાગળ પર ઘોડા દોડાવે છે:પાલિકાએ 15807 ઘરમાં સર્વે કરતાં ઝાડા-ઉલટીના માત્ર 10 કેસ મળ્યા!

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે, તંત્ર કાગળ પર ઘોડા દોડાવે છે
  • શંકાસ્પદ કમળાના 2, ડાયેરિયાના 67 અને તાવના 212 કેસ મળી આવ્યા

શહેરમાં દૂષિત પાણીની મોકાણ ઓછી થઈ રહી નથી ત્યારે પાલિકાએ 15807 ઘરોમાં કરેલા સર્વેમાં શંકાસ્પદ કમળાના 2, ઝાડા-ઉલ્ટીના માત્ર 10 અને ડાયેરિયાના 67 કેસ મળ્યા હતાે. બીજી તરફ આજવા જળાશયની સપાટી પણ 206.80 ફૂટે પહોંચી છે ત્યારે આગામી દિવસોમાં જો 204 ફૂટ થાય તો જળસંકટ ઉભું થશે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો શરૂ થઈ છે. વાડી અને માંજલપુર માં એક એક મોત પણ નિપજ્યા હતા.શહેરની વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટી, વાડી શંકરવાડી, મહેશ નગર,તાંદલજા શકીલા પાર્ક , વાસણા રોડ મનીષા સોસાયટી, જેતલપુર ગામ,ગોત્રી રોડ યોગી પાર્ક સોસાયટી, યાકુતપુરા રોડ,પ્રભુ નગર, આજવારોડ સર્વોદય સોસાયટી,સુદામા સોસાયટીઝ પૂજા પાર્ક,પ્રતિભા સોસાયટીમાંથી ગંદાપાણીની બૂમો પાલિકા સુધી પહોંચી હતી અને પાલિકાએ તેમાં સેમ્પલ લીધા છે.

પાલિકાએ પાણીજન્ય રોગ નિવારણ કામગીરી અંતર્ગંત એક જ દિવસમાં 15807 ઘરોનો સર્વે કર્યો હતો.જેમાં શંકાસ્પદ કમળાના બે ,ઝાડાના 67,ઝાડા-ઊલટીના 10, તાવના 212 કેસ મળી આવ્યા હતા અને 349 લોહીના નમૂના પણ લેવાયા હતા. પાણી પુરવઠા વિભાગના વડા અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, ગંદા પાણીની ફરિયાદો મળે છે ત્યાં તપાસ કરતાં પાણી ચોખ્ખું આવતું હોવાનો રિપોર્ટ પણ આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...