તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે રહેણાંક વિસ્તારમાં બાંધેલી 3 દુકાનોને પાલિકાએ સીલ કરી

વડોદરા4 મહિનો પહેલા
રહેણાંક વિસ્તારમાં બાંધેલી 3 દુકાનો પાલિકાએ સીલ કરાઈ - Divya Bhaskar
રહેણાંક વિસ્તારમાં બાંધેલી 3 દુકાનો પાલિકાએ સીલ કરાઈ
  • પરવાનગી લીધા વિના કમર્શિયલ ઉપયોગ માટે દુકાનોનું બાંધકામ કર્યું હતું

વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે રહેણાંક વિસ્તારમાં ત્રણ દુકાનોને વડોદરા મહાનગરપલિકા દ્વારા સીલ મારવામાં આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. વડોદરા શહેરના પૂર્વ ઝોન વહીવટી વોર્ડ નં-2માં સમાવિષ્ટ સંગમ ચાર રસ્તાથી હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી આકાશદીપ સોસાયટીના મકાન નં-15 પરવાનગી લીધા વિના કમર્શિયલ ઉપયોગના હેતુથી 3 દુકાનોનું બાંધકામ કર્યું હોવાની વિગતો તંત્રને ધ્યાને આવતા આજે ટીડીઓ ડિપાર્ટમેન્ટના બિલ્ડીંગ ઇસ્પેક્ટર કેયુર મિસ્ત્રી સહિતનો સ્ટાફ, દબાણ શાખા અને વારસિયા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને માં ફાર્મસી, હેર સલૂન અને લેડીઝ ટેલરની ત્રણ દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

પરવાનગી લીધા વિના કમર્શિયલ ઉપયોગ માટે દુકાનોનું બાંધકામ કર્યું હતું
પરવાનગી લીધા વિના કમર્શિયલ ઉપયોગ માટે દુકાનોનું બાંધકામ કર્યું હતું

મુખ્યમંત્રી ઓનલાઇનમાં ફરિયાદ બાદ પાલિકા કાર્યવાહી કરે છે
વડોદરા શહેરમાં રહેણાંક વિસ્તારમાં વગર પરવાનગીએ અનેક વ્યાપારિક સંકુલો અને દુકાનો શરૂ થઈ જાય છે, પરંતુ, પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી, પરંતુ, જ્યારે રહેણાંક જગ્યામાં દુકાનો શરૂ થઈ ગયા પછી સ્થાનિક રહીશો રજૂઆત કરે છે. તે પછી મામલો મુખ્યમંત્રી ઓનલાઇન સુધી પહોંચે છે, ત્યાર બાદ જ વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવે છે અને દુકાન સીલ મારવાની કાર્યવાહી કરે છે.

પલિકા દ્વારા સીલ મારવામાં આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો
પલિકા દ્વારા સીલ મારવામાં આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો

પાલિકા દ્વારા ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવતી નથી
વડોદરા શહેરમાં અસંખ્ય દુકાનો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ રહેઠાણ વિસ્તારમાં બની ગયા છે, પરંતુ, પાલિકા દ્વારા ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવતી નથી, જેને કારણે અવારનવાર રહેણાંક વિસ્તારમાં દુકાન શરૂ કરનારાને હેરાન કરવામાં આવી રહ્યા છે.

ટીડીઓ ડિપાર્ટમેન્ટના બિલ્ડીંગ ઇસ્પેક્ટરે કાર્યવાહી કરી
ટીડીઓ ડિપાર્ટમેન્ટના બિલ્ડીંગ ઇસ્પેક્ટરે કાર્યવાહી કરી
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો