ફરિયાદ:ફાયર ઓફિસર નિકુંજ આઝાદની રજાની અરજી પાલિકાએ રદ કરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિકુંજ આઝાદ - Divya Bhaskar
નિકુંજ આઝાદ
  • લગ્નનું નાટક કરી યુવતીનું શોષણ કરતા દુષ્કર્મની ફરિયાદ
  • નિકુંજના અમદાવાદના રહેઠાણ સહિત આશ્રયસ્થાનો પર દરોડા

મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદની રજાની અરજી પાલીકાએ રદ કરી દિધી છે. નિકુંજ આઝાદ સામે તેની પ્રેમીકાએ શારીરીક શોષણ કર્યાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં કરી છે. સ્ટેશન ઓફિસરને ઝડપી પાડવા પોલીસે ત્રણ ટીમો બનાવી છે. આરોપીના અમદાવાદના ચાંદખેડા સ્થિત તેના નિવાસસ્થાન પર દરોડા પાડ્યાં હતાં.જોકે આરોપી પોલીસના હાથે ચઢ્યો ન હતો. જ્યારે પોલીસથી બચવા માટે નિકુંજ ભુગર્ભમાં ઉતરી ગયો છે. જ્યારે નિકુંજની અમદાવાદ ખાતે કોલેજ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પહેલા પ્રેમીકાએ આક્ષેપ કર્યો હતો કે, નિકુંજ આઝાદે પહેલી પત્નિ સાથે છુટાછેડા થઈ ગયા હોવાનું જણાવીને તેની સાથે ફુલહાર કર્યાં હતાં. નિકુંજે મકરપુરા જીઆઈડીસી સ્થિત સરકારી ફાયર ક્વાર્ટરમાં લઈ આવીને અવાર-નવાર શારીરીક સંબંધ બાંધ્યાં હતાં.

14 એપ્રીલ 2020ના રોજ પ્રેમીકાને વડોદરા કાયમ માટે શિફ્ટ કરી હતી. ફુલહાર કર્યા બાદ નીકુંજ જાસુસી કરવા લાગ્યો હતો. અચાનક ફોન આવતો અને તે ક્યાં છે તેની પૂછપરછ પણ કરતો હતો. નિકુંજ દ્વારા જાસુસી કરવી,તેમજ શારીરીક સંબંધ બાંધવા ઉપરાંત જબરજસ્તી અકુદરતી સેક્સ કરીને જો તેના મુજબ શારીરીક સંબંધ ન બાંધે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા આખરે પ્રેમીકાએ નિકુંજ પ્રવિણચંદ્ર આઝાદ (રહે-મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશન ક્વાટર્સ, મુળ રહે-અવિચળ પાર્ક સોસાયટી, ચાંદખેડા, અમદાવાદ) વિરૂધ્ધ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, મકરપુરા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત પાલિકાના વિવિધ વિભાગોમાં પણ લોકો દ્વારા તરેહ તરેહની ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...