માગ:ગાયનું શિંગડું વાગતાં આંખ ગુમાવનાર વિદ્યાર્થીને પાલિકા આર્થિક સહાય ચૂકવે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર લખ્યો
  • ​​​​​​​રખડતાં ઢોર માટે પાલિકા લાંબાગાળાનું આયોજન કરવા માગ

રખડતી ગાયના કારણે આંખે ગંભીર ઇજા પામનાર વિદ્યાર્થીને આર્થિક સહાય ચૂકવવાની વિપક્ષ નેતા માગણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર લખીને વિદ્યાર્થીને વળતર આપવા માટે માંગણી કરાઇ છે. વિપક્ષી નેતા અમી રાવતે સત્તાધીશોને પત્રમાં જણાવ્યું કે, બુધવારે એમ.એસ.યુર્નિવર્સીટીની પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કરતો હેનિલ પટેલ એકટીવા લઇને જતો હતો ત્યારે વાઘોડિયા રોડ પર ગોવર્ધન ટાઉનશીપ પાસે રસ્તે રખડતી ગાયે વિદ્યાર્થીને અડફેટે લેતાં આંખમાં ગાયનું શિંગડું વાગતાં ઇજાઓ થઇ હતી.

તેને ખાનગી હોસ્પિટલ બાદ આંખમાં ગંભીર ઇજાના કારણે અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો. આંખમાં ગંભીર ઇજાને પગલે તાત્કાલિક ઘોરણે વળતર મળવુ જોઇએ. મેયરે 15 ઓગસ્ટે ભાષણમાં કહયુ હતુ કે 15 દિવસમાં શહેરને ઢોર મુકત કરીશુ. ત્યાર પછી ઝુંબેશરૂપે ઢોર પાર્ટી દ્વારા 2 હજારથી પણ વધુ પશુઓને પકડીને પાંજરાપોળમાં મૂક્યા. એમાં પણ રૂપિયા લઇને ઢોરને છોડવાના કિસ્સા બન્યા હતાં.

સાથે પશુપાલકો અને ઢોર પાર્ટીના કર્મચારીઓનંુ ઘર્ષણ થયું હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. પશુપાલકો સાથે ચર્ચા કરી એક લાંબા ગાળાનું આયોજન કરી ભવિષ્યમાં પશુપાલકો સાથે ઘર્ષણનુ નિર્માણ ના થાય, પશુપાલકોને સારી સગવડ મળે અને નાગરીકો રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત થાય તેવુ આયોજન કરવા માગ કરાઇ હતી. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિદ્યાર્થીને મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...