મોરબી દુર્ઘટના ઇફેક્ટ:વડોદરાના પાલિકા શહેરના નવા અને જૂના મળી કુલ 32 બ્રીજનું અમદાવાદના કન્સ્લટન્ટ પાસે ઇન્સ્પેક્શન કરાવશે

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમીતનગર બ્રીજની ફાઇલ તસવીર. - Divya Bhaskar
અમીતનગર બ્રીજની ફાઇલ તસવીર.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલ દુર્ઘટનાને પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ રેલવે ઓવરબ્રીજ, ફ્લાયઓવર અને નદી પરના બ્રીજ મળી કુલ 34 બ્રીજનું ઇન્સપેક્શન ખાનગી કન્સલન્ટન્ટ પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના રિપોર્ટના આધારે જ્યાં પણ કોઇ કામગીરી કરવાની રહેશે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

ટ્રાફિક, સ્ટ્રક્ચર અને સુરક્ષા તપાસશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેર વિસ્તારની હદમાં પસાર થતી રેલવે લાઇન તેમજ વિશ્વામીત્રી નદી ઉપર બ્રીજ તેમજ ગીચ જંકશનો ઉપર ટ્રાફીક વહન અને સરળતા માટે બ્રીજ બનાવવામાં આવેલા છે. મોરબી શહેરની હદમાં થયેલ આકસ્મિક ઘટનાને ઘ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે શહેરના તમામ જંકશનો ઉપરના ફ્લાય ઓવર બ્રીજ, રેલવે ઓવર બ્રીજ, રીવર ઓવર બ્રીજ અને મુખ્ય રસ્તાઓ ઉપરના મોટા નાળાઓની હાલની પરિસ્થિતિએ ટ્રાફીક વહનની ક્ષમતાં અને સ્ટ્રકચરની સ્ટેબિલીટી યોગ્ય અને સુરક્ષિત છે કે નહીં તેનું ઇન્સ્પેકશન કરવામાં આવશે.

15 વર્ષમાં બનેલ બ્રીજના રૂટિન ઇન્સપેક્શન
મેયર સાથે થયેલ ચર્ચા મુજબ સદર કામગીરી જાહેર સલામતી અને જનહિત સુરક્ષાને ધ્યાને લઇને સત્વરે 67(3)(સી)હેઠળ કરવામાં આવશે. આ કામગીરી સ્ટ્રકચરલ કન્સ્લટન્ટ મે.કસાડ કન્સ્લટન્ટ પ્રા. લી., અમદાવાદને સોંપવામાં આવી છે. જેમાં વડોદર મહાનગરપાલિકાની હદમાં આવેલ છેલ્લાં 15 વર્ષમાં બનેલ હયાત બ્રીજોની રૂટિન ઇન્સપેક્શનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં 9 રેલવે ઓવર બ્રીજ અને 3 ફલાય ઓવર બ્રીજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ક્રેક ડેવલપમેન્ટ, બેરીંગ, એક્સ્પાન્સન જોઇન્ટની ચકાસણી થશે
જેમાં બ્રીજ સ્ટ્રક્ચર ઉપર હયાત એપ્રોચની કન્ડીશન, હાલની ટ્રાફીક ઇન્ટેન્સીટી, બ્રીજ સ્ટ્રકચરના સુપર તેમજ સબ સ્ટ્રક્ચર, વિવિધ કોમ્પોનેન્ટની પ્રાથમિક ચકાસણી, ક્રેક ડેવલપમેન્ટ, બેરીંગ, એક્સ્પાન્સન જોઇન્ટ વિગેરેની ચકાસણી કરવામાં આવશે.

2005 પહેલાના બ્રીજનું પ્રિન્સિપલ ઇન્સપેક્શન
વડોદરા મહાનગરપાલિકાની હદમાં વર્ષ 2005 પહેલાંના બનેલ હયાત બ્રીજ કલ્વર્ટની પ્રિન્સિપલ ઇન્સપેક્શનની કામગીરી જેમાં વિવિધ ટેસ્ટીંગ સહની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે જુના 3 રેલવે ઓવર બ્રીજ તથા 12 રીવર ઓવર બ્રીજ તથા 4 કલ્વર્ટનો સમાવેશ કર્યો છે.

રિપોર્ટના આધારે કામગીરી કરાશે
જે બ્રીજમાં પ્રિન્સિપલ ઇન્સપેક્શન કર્યા બાદ જરૂર જણાશે ત્યાં સ્ટ્રક્ચરલ કન્સ્લટન્ટના રીપોર્ટના આધારે જે બ્રીજમાં વધુ ઝીણવટભરી તપાસની જરૂરીયાત હશે ત્યાં સ્ટ્રકચરલ સ્પેશિયાલીસ્ટ ધ્વારા જરૂરીયાત જણાય તેવા બ્રીજોમાં સ્પેશિયલ ઇન્સ્પેકશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સ્ટ્રક્ચરલ કન્સ્લટન્ટ દ્વારા ચકાસણી કરી થયેલ ઇન્સ્પેકશન અન્વયે ત્વરીત લેવા પાત્ર તેમજ લાંબા ગાળાના મજબુતીકરણના પગલાં ઇન્સ્પેકશનની કામગીરી પૂર્ણ થયા બાદ આપવામાં આવનાર અહેવાલ મુજબ હાથ ધરવામાં આવશે.

આ રેલવે ઓવર બ્રીજ અને ફ્લાયઓવર પર રૂટિન ઇન્સપેક્શન થશે

 • પંડ્યા હોટલ પોલીટેકિનિક (નવો બ્રીજ)
 • વિશ્વામિત્રી રેલવે સ્ટેશન (નવો બ્રીજ)
 • વડસર રેલવે ઓવરબ્રીજ
 • જેતલપુર રેલવે ઓવરબ્રીજ
 • નવાયાર્ડ રેલવે ઓવરબ્રીજ
 • લાલબાગ રેલવે ઓવરબ્રીજ
 • અકોટા રેલવે ઓવરબ્રીજ
 • કલાલી રેલવે ઓવરબ્રીજ
 • સોમા તળાવ રેલવે ઓવરબ્રીજ
 • અમીતનગર ફ્લાય ઓવરબ્રીજ
 • ફતેગંજ ફ્લાય ઓવરબ્રીજ
 • હીરાનગર ફ્લાય ઓવરબ્રીજ

આ રેલવે ઓવર બ્રીજનું પ્રિન્સિપલ ઇન્સપેક્શન થશે

 • પંડ્યા હોટલ પોલીટેકનિક (જૂનો)
 • વિશ્વામિત્રી રેલવે સ્ટેશન (જૂનો)
 • પ્રતાપનગર ROB

આ રિવર ઓવર બ્રીજનું ઇન્સપેક્શન થશે

 • ઉર્મિ સ્કૂલ બ્રીજ
 • વુડા બ્રીજ (ઇએમઇ બ્રીજ)
 • નરહરી અમીન હોસ્પિટલ બ્રીજ
 • કાલાઘોડા બ્રીજ
 • કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ બ્રીજ
 • કોમર્સ કોલેજ બ્રીજ
 • ભીમનાથ બ્રીજ
 • નાગરવાડા બ્રીજ
 • મુજમહુડા બ્રીજ
 • મંગલેશ્વર ખાડી બ્રીજ
 • આરાધના સિનેમા બ્રીજ
 • વડસર લેન્ડ ફીલ બ્રીજ

આ મેજર કલ્વર્ટની તપાસ થશે

 • ડભોઇ રૂપારેલ કાંસ
 • લેપ્રસી હોસ્પિટલ (ચેપી રોગ હોસ્પિટલ, કારેલીબાગ)
 • પાણીગેટ મેમણ કોલોની
 • રાજીવનગર/ઓડનગર