તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાલિકાએ ડ્રેનેજનાં ગંદાં પાણી છોડતાં વગર વરસાદે સમા તળાવ છલકાયું

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજનાં દૂષિત પાણી સમા તળાવમાં છોડાયાં હતાં. - Divya Bhaskar
પાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજનાં દૂષિત પાણી સમા તળાવમાં છોડાયાં હતાં.
  • તળાવના બ્યૂટિફિકેશન પાછળ ખર્ચાયેલા રૂા. 3 કરોડ પાણીમાં ગયા
  • વરસાદી કાંસ થકી ગટરનાં પાણીથી છોડાતાં દુર્ગંધની સાથે મચ્છરોનાે ઉપદ્રવ

શહેરમાં હજી ચોમાસું શરૂ થયું નથી ત્યાં સમા તળાવ ભરાઈ જતા તેમાં ડ્રેનેજના પાણી છોડવામાં આવી રહ્યા હોવાની આશંકા ઊભી થઈ છે. સમા રોડ સ્થિત સમા તળાવનું 5 વર્ષ અગાઉ 3 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાયું હતું, તેના પર ખુદ પાલિકાએ પાણી ફેરવી દીધું છે અને હાલમાં પાલિકા દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીથી ભરઉનાળામાં પણ સમા તળાવ ભરાઈ ગયું છે.

સમા તળાવની અંદર પાલિકા દ્વારા વરસાદી કાંસ થકી ડ્રેનેજના ગંદા પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યા છે. તળાવના આઉટલેટ પાસે એક ઇંચ જેટલી જ જગ્યા બચી છે ત્યારે આ તળાવમાં વગર વરસાદે પાણી ક્યાંથી આવ્યા તે તમામ નાગરિકો વિચારી રહ્યા છે. પાલિકાની બેદરકારીને કારણે વરસાદી કાંસ થકી સમા તળાવ ગટરનાં પ્રદૂષિત પાણી આવતાં તળાવ ગંદું ગોબરુ બની ગયું છે.

આ તળાવમાં મળમૂત્રના પ્રદૂષિત પાણીને કારણે સાંજના સમયે રોડ પર આવતા જતા નાગરિકોને પ્રદુષિત હવાના કારણે બીમાર થવાનો ભય સતાવી રહ્યો છે અને તેની સાથે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે. સમા તળાવની સુંદરતાને પાલિકાએ જ બગાડી નાખી છે.

તેવી જ રીતે, શહેરના અન્ય તળાવને પણ વરસાદી કાંસ થકી મળમુત્રના પ્રદૂષિત પાણી છોડીને બ્યુટીફીકેશન કરેલા તળાવને પણ કદરૂપા બનાવી દીધા છે. એનજીટીના આદેશ બાદ તમામ તળાવમાં જે વરસાદી કાંસ થકી પ્રદુષિત પાણી છોડાયા છે તેને બંધ કરવા સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...