તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરખાસ્ત મંજૂર કરાઈ:પાણી નેટવર્ક માટે પણ પાલિકા સરકારની સહાય ઉપર નિર્ભર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે રૂ.43.74 લાખની ગ્રાન્ટ ફાળવી
  • પાલિકા દ્વારા રૂ.48 લાખની દરખાસ્ત મંજૂર કરાઈ

શહેરમાં ગંદા પાણીની સમસ્યા વકરી રહી છે ત્યારે પાલિકાને હવે આંતરિક ભાગમાં પાણીની લાઈનનું નેટવર્ક ઊભું કરવા માટે પણ સરકારની ગ્રાન્ટ પર આધાર રાખવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21 પેટે ફાળવેલી રૂ. 43.74 લાખની ગ્રાન્ટમાંથી પાણીની સુવિધાને લગતા નાના મોટા કામો કરવાનું આયોજન પાલિકાએ કર્યું છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21 માટે જમીન મહેસુલ, બિનખેતી, લોકલ ફંડ સેસ અને ઈરિગેશન સેસની ગ્રાન્ટ પેટે આ રકમની ફાળવણી કરી છે.

મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે તેનો હુકમ કરતાં આ ગ્રાન્ટમાંથી આંતર માળખાકીય વિકાસનાં કામોનો સમાવેશ કરી સમગ્ર સભાની મંજૂરી મેળવી રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલાશે. જેમાં સૌથી મોટું કામ વાડી પોમલી ફળિયામાં કરવામાં આવશે કે જ્યાં ગંદા પાણીની ફરિયાદો આવે છે તેનો નિકાલ કરવા પાણીની લાઇન નાંખવા માટે રૂ. 19 લાખના ખર્ચે થશે .આ ઉપરાંત મકરપુરા કોઠી ફળિયામાં અને બીજા ફળિયામાં પાણી લાઈન અઢી લાખના ખર્ચે નંખાશે.

ગાજરાવાડી મઈજીભાઈ ગલીમાં રૂ.3 લાખના ખર્ચે પાઇપલાઈન, વહીવટી વોર્ડન. 8 માં પાર્વતીનિકેતન સોસાયટી પાસે તથા જલારામ નગર પાસે રૂ.7 લાખના ખર્ચે લાઇન નાખવામાં આવશે.જ્યારે વાડી સોનીપોળ નંબર 2, 3 અને 4મા પાણીનું પ્રેશર સુધારવા રૂ.9 લાખના ખર્ચે તથા શિવનેરી અને કોટીયાર્ક નગર સોસાયટીમાં રૂ.5 લાખના ખર્ચે નવી લાઇન નખાશે. સરકારે રૂ. 43. 74 લાખની ગ્રાન્ટ ફાળવી છે પરંતુ પાલિકાએ રૂ.48 લાખના કામોની દરખાસ્ત મંજૂર કરી છે.એમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...