તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવાયત:સમામાં તિરંગો ફરકાવવા મુન્દ્રા મોડેલ અપનાવાશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષમાં 2 વખત ફરકાવવાની વિચારણા 15 ઓગસ્ટથી અમલમાં મૂકવા કવાયત

સમા તળાવ ના કિનારે 67 મીટરની ઊંચાઈ હોવાના કારણે સતત ફુંકાતા પવનના કારણે રાષ્ટ્રધ્વજ વારંવાર ફાટી જાય છે ત્યારે માંડવી મુન્દ્રા ની માફક વર્ષમાં બે જ વખત રાષ્ટ્રધ્વજ ફરકતો રાખવાની વિચારણા હાથ ધરી છે અને તેનો અમલ તા 15 ઓગસ્ટથી કરવાની કવાયત પણ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે ને દેશમાં આ પ્રકારે ખૂબ ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ઘણા શહેરોમાં ફરકતા રાખવામાં આવ્યા છે, પરંતુ તે અવારનવાર ફાટી જાય છે .ફાટેલો ધ્વજ ફરકાવી ન શકાય અને રાષ્ટ્રધ્વજનું અપમાન નથાય તે માટે નીચે ઉતારીને ફરી આખો ધ્વજ ફરકાવવો પડે છે. હૈદરાબાદ ખાતે 101 મીટરની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકે છે કે જે વર્ષમાં 20 વખત ફાટી જાય છે. રાયપુરમાં 108 મીટરની ઊંચાઈએ રાષ્ટ્ર ધ્વજ લહેરાય છે તે પણ વખતોવખત ફાટી જાય છે. માંડવી મુદ્રામાં 88 મીટરની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે કે જે વર્ષમાં 18 વખત ફાટી જાય છે. ભારતમાં આ સિવાય દિલ્હી સહિત ઘણા શહેરોમાં આ પ્રકારનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે ત્યાં સૌથી મોટો પ્રશ્ન ધ્વજ ફાટી જવાનો છે.

વડોદરામાં ચાર વર્ષ અગાઉ 67 મીટરની ઊંચાઈએ 72 બાય 48 ફીટની સાઈઝનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. જોકે બાદમાં સતત ફૂંકાતા પવન અને વાતાવરણની અસરો ને લીધે તે ફાટી જતો હોવાથી નીચે ઉતારી લેવાયો હતો અને ફ્લેગ ફરકાવવાનું બંધ કર્યું હતું. જોકે થોડા સમય પહેલા સ્થાયી સમિતિમાં ફ્લેગ ફરકાવવો, નીચે ઉતારવો તેમજ ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી માટે આશરે રૂ.19 લાખના ખર્ચે દરખાસ્ત રજુ થઇ હતી પરંતુ તે દરખાસ્ત વહીવટીતંત્રને પરત મોકલી દેવામાં આવી હતી.

પાલિકાના ફ્યુચરીસટીક સેલ દ્વારા હાલ જે સ્થળે આ પ્રકારે ફ્લેગ ફરકી રહ્યો છે તેનો સર્વે કરી વિગતો મેળવી રહી છે. જે મુજબ માંડવી મુદ્રામાં તા.26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ એમ વર્ષમાં બે વખત જ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે તે પ્રકારે વડોદરામાં પણ ફરકાવી શકાય કે કેમ તે દિશામાં વિચારણા હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...