તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ટોરન્ટના કાંગરા ખર્યા:લાખોના ખર્ચે તૈયાર થયેલું રેસ્ટોરન્ટ કબાડખાનું બન્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના એરપોર્ટ પર બનેલ ગ્લોબ રેસ્ટોરન્ટ બંધ કરી દેવાઇ છે. - Divya Bhaskar
શહેરના એરપોર્ટ પર બનેલ ગ્લોબ રેસ્ટોરન્ટ બંધ કરી દેવાઇ છે.
  • એરપોર્ટની ગ્લોબ રેસ્ટોરન્ટના કાંગરા ખર્યા

રુપિયા ૧૬૦ કરોડના ખર્ચે બનેલા વડોદરા ઈન્ટિગ્રેટેડ એરપોર્ટના પરિસરમાં આવેલા અને નવી થીમ પર તૈયાર કરેલા ગ્લોબ રેસ્ટોરન્ટ ના કાંગરા ખરવાનું શરૂ થયું છે. રેસ્ટોરન્ટ માં આવેલા દિવાલમાં તિરાડો પડી છે બહારના ભાગે પીપળાના ઝાડ ઉગ્યા છે અને અંદરના ભાગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા બેદરકારી દાખવતા કબૂતરખાનુ બન્યું છે.

એરપોર્ટમાં બંધ થયેલા સ્ટોર નો સામાન ત્યાં મૂકાતા કબાડ ખાના જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના રાજકીય અગ્રણીઓ દ્વારા આ જગ્યાએ કોઈ સામાજિક પ્રવૃત્તિ અથવા સદુપયોગ માટે પણ વપરાશ કરાયો નથી શહેરનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ન બની શક્યું પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થયું તેની પણ જાળવણી કરવામાં ઉદાસીનતા દાખવી છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગે જણાવ્યું હતું કે કોઈ રેસ્ટોરન્ટ ભાડે લેશે ત્યારે તેને ચક ચકાટ બનાવી ભાડે અપાશે.

અન્ય સમાચારો પણ છે...